Connect Gujarat
Featured

વલસાડ : પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત પારડી ખાતે મહિલા સેલ્‍ફ ડિફેન્‍સનો કાર્યક્રમ યોજાયો

વલસાડ : પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત પારડી ખાતે મહિલા સેલ્‍ફ ડિફેન્‍સનો કાર્યક્રમ યોજાયો
X

વલસાડ જિલ્લાના પારડી ગામે આવેલ આદર્શ નિવાસી શાળા ખાતે પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સેલ્‍ફ ડિફેન્‍સનો કાર્યક્રમ યોજાયો હતો.

પારડી ગામ સ્થિત આદર્શ નિવાસી શાળા ખાતે પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સેલ્‍ફ ડિફેન્‍સનો કાર્યક્રમ આર્મર માર્શલ આર્ટ ગુજ્જુ કરાટે એસોસીએશનના સહયોગથી યોજાયો હતો. આ કાર્યક્રમમાં 50થી વધુ વિદ્યાર્થિનીઓએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો.

કોવિડ-19ની માર્ગદર્શિકા અનુસાર સોશિયલ ડિસ્‍ટન્‍સ અને માસ્‍ક પહેરી તાલીમ આપવામાં આવી હતી. મનોજ પટેલે મહિલા સેલ્‍ફ ડિફેન્‍સની તાલીમ દરમ્યાન મહિલાઓ સાથે થઈ રહેલા અત્‍યાચારો સામે કેવી રીતે પોતાનું રક્ષણ કરી શકાય તે બાબતથી અવગત કર્યા હતા. તો સાથે જ હેડ કોન્‍સ્‍ટેબલ અરવિંદભાઈએ પોલીસની મદદ કેવી રીતે મેળવી શકાય, સંકટ સમયે કયા નંબરનો સંપર્ક કરવો તેમજ અજાણ્‍યા સ્‍થળોએ કોઈ છેડખાની કરે તેવા સમયે પોલીસની કેવી રીતે મદદ લઈ શકાય તે સંદર્ભે વિસ્‍તૃત માહિતી આપવામાં આવી હતી. શાળાના આસિસ્‍ટન્‍ટ ઇન્‍ચાર્જ દ્વારા મનોજ પટેલ અને તેમની ટીમ તથા પોલીસ સ્‍ટાફનો આભાર વ્‍યક્‍ત કરાયો હતો. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન પારડી પોલીસ સ્‍ટેશનના પોલીસકર્મીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story