Connect Gujarat
ગુજરાત

વલસાડ ખાતે વિશ્વ વિકલાંગ દિનની ઉજવણી કરાઇ

વલસાડ ખાતે વિશ્વ વિકલાંગ દિનની ઉજવણી કરાઇ
X

૩જી ડિસેમ્બરને દુનિયાભરમાં ‘વિશ્વ વિકલાંગ દિન’ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે

વલસાડ જિલ્લા વહિવટી તંત્ર, વિવિધ એનજીઓ અને દિવ્યાંગ શાળાઓ

દ્વારા અને નેશનલ એસોસીએશન ફોર ધી બ્લાઇન્ડ શાળા, વલસાડ ખાતે ‘વિશ્વ વિકલાંગ દિન’ની ઉજવણી જિલ્લા

સમાહર્તા સી.આર.ખરસાણની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.

આ અવસરે જિલ્લા કલેકટર સી.આર.ખરસાણે જણાવ્યું હતું કે, દિવ્યાંગ બાળકોમાં અગાથ શકિત રહેલી છે. ભગવાને તેમને કોઇ એક અંગ કે શકિતની

અવેજીમાં અન્ય શકિતઓ બમણી આપી હોય છે. ઉપસ્થિત તમામ બાળકો અને વાલોઓને સરકાર

દ્વારા દિવ્યાંગોના ઉત્થાન માટે રાજય સરકારની અનેક પ્રવર્તમાન યોજનાઓ વિશે માહિતી

આપી તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. તેમણે દિવ્યાંગ બાળકો માટે કામ કરતી શાળા અને

એનજીઓને તેમની ઉમદા કામગીરી માટે અભિનંદન પાઠવ્યા હતા.

સંસ્થાના સેક્રેટરી રામભાઇ કે.પટેલે સંસ્થામાં ચાલતી વિવિધ પ્રવૃત્તિ અને

કાર્યની વિસ્તૃત માહિતી આપી શાળામાં દિવ્યાંગ બાળકોને મદદરૂપ થવાના ઉમદા હેતુસર

આપવામાં આવતા વિવિધ દાન બદલ દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

જિલ્લા કલેકટર તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મંદબુદ્ધિના બાળકો માટે સ્પેશિયલ

કીટ, યુડીઆઇ કાર્ડ અને સંગીતના સાધનો વિતરણ કરવામાં આવ્યા

હતા. કાર્યક્રમમાં દિવ્યાંગ બાળકો દ્વારા સાસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા.

જેમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવનાર બાળકોને પ્રોત્સાહન રૂપે સ્મૃતિભેટ આપવામાં આવી

હતી.

સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ સર્ટીફીકેટ, યુડીઆઇડી

કાર્ડ માટે મેગા કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તથા ‘વિશ્વ વિકલાંગ દિન’ની ઉજવણી અવસરે જિલ્લા કલેકટર

સી.આર.ખરસાણ દ્વારા આપવામાં આવેલ દાનની રકમમાંથી આજના દિને બાળકો માટે ભોજનની

વ્યવસ્થા કરવામાં આવી હતી.

‘વિશ્વ વિકલાંગ દિન’ નિમિત્તે કલેકટર કચેરીથી

દિવ્યાંગ જાગૃતિ રેલીને નિવાસી અધિક કલેકટર એન.ઍે. રાજપુતના હસ્તે લીલી ઝંડી આપી

પ્રસ્થાન કરાવ્યું હતું. રેલી કલેકટર કચેરીથી શરૂ કરી, જિલ્લા પોલીસ અધ્યક્ષની કચેરી, તાલુકા

પંચાયત, આવાંબાઇ હાઇસ્કૂલ શાળા થઇ નેશનલ એસોસીએશન ફોર ધી

બ્લાઇન્ડ વલસાડ ખાતે પહોંચી હતી.

આ કાર્યક્રમમાં સમાજ સુરક્ષા અધિકારી ચુડાસમા, વિવિધ દિવ્યાંગ શાળા/ સંસ્થાના સંચાલકો સહિત મહાનુભાવો, દાતાઓ, વાલીઓ

અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્ના હતા.

Next Story