Connect Gujarat
ગુજરાત

વાપી : નશાકારક પદાર્થોનો કાળો કારોબાર, ૨ કિલો અફીણ સાથે યુવાનની ધરપકડ

વાપી : નશાકારક પદાર્થોનો કાળો કારોબાર, ૨ કિલો અફીણ સાથે યુવાનની ધરપકડ
X

વાપી શેરમાં ફરી એકવાર નશા કરકા પદાર્થનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યના પ્રવેશ દ્વારા એવા ભીલાડ પાસે નેશનલ હાઇવે પર થી વલસાડ એસઓજી પોલીસે એક ઈસમ પાસેથી બે કિલો અફીણ ઝડપી પાડ્યું છે. મૂળ રાજસ્થાની એવા એક આરોપીને પોલીસે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. તેની પાસેથી કુલ 1,98,000નો મુદ્દામાલ મળી આવ્યો હતો.

વલસાડ એસ.ઓ.જી પોલીસને મળેલી બાતમીના આધારે એસઓજી ટીમે ભીલાડ નજીક વોચ ગોઠવી હતી આ દરમિયાન જ હાઇવે પરથી એક સ્કુટર પર જઈ રહેલા એક ઈસમને રોકી તેની તપાસ કરાતાં આરોપી વ્યક્તિ પાસેથી અંદાજે બે કિલો જેટલા નશીલો પદાર્થ “અફીણ”નો જથ્થો મળી આવ્યો હતો. આમ મોટા જથ્થામાં અફીણ મળી આવતા પોલીસે આરોપીની ધરપકડ કરી તેની આગવી ઢબે પુછપરછ શરૂ કરી દીધી હતી.

વલસાડ પોલીસના હાથે બે કિલો અફીણના જથ્થા સાથે પકડાયેલા આરોપી જગદીશ બિસ્નોઈ છેલ્લા કેટલાક સમયથી ભીલાડ નજીક સરીગામમાં રહે છે. આરોપી જગદીશ મોટા પ્રમાણમાં અફીણનો જથ્થો લાવી ભીલાડ અને વાપી સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં છૂટક વેચાણ કરતો હતો. જો કે આરોપીની આગવી ઢબે પુછપરછ દરમિયાન આરોપી જગદીશ બિશનોઇ અફીણનો જથ્થો રાજસ્થાનના પુનાસા ગામના માંગીલાલ બિશનોઈ નામના એક રાજસ્થાની પાસેથી લાવતો હોવાનું ખુલતાં પોલીસે મૂળ રાજસ્થાનના માંગીલાલ નામના આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે.અને તેની ધરપકડ માટે તજવીજ હાથ ધરી દીધી છે.

પોલીસે આરોપીના રિમાન્ડ મંજુર કરી અફીણ સપ્લાયનો આ કારોબાર કેટલા સમયથી ચાલતો હતો, અને કઈ કઈ જગ્યાએ જિલ્લામાં તેનું વેચાણ ચાલતું હતું. તે સહિતની તમામ માહિતી જાણવા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story