Connect Gujarat
Featured

વાપી : ઇ-વે બિલના કાયદામાં થયેલ ફેરફારને લઈ વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન હડતાળ પર

વાપી : ઇ-વે બિલના કાયદામાં થયેલ ફેરફારને લઈ વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન હડતાળ પર
X

ઇ-વે બિલના વિરોધમાં સમગ્ર દેશમાં ઓલ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ વેલ્ફેર એસોસિએશન દિલ્હી દ્વારા એક દિવસ માટે હડતાળ પાડવાનો નિર્ણય લેવાયો હતો જેના ભાગ રૂપે વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશને સમર્થન જાહેર કરી બંધ પાડ્યું હતું.

ઇ-વે બિલના કાયદામાં થયેલ ફેરફારને લઈને ઓલ ઇન્ડિયા ટ્રાંસ્પોર્ટ વેલ્ફેર એસોસિયેશન દ્વારા લેવાયેલ નિર્ણયને વાપી ટ્રાન્સપોર્ટ એસોસિયેશન સમર્થન આપતા 1 દિવસ બંધ પાડવામાં આવ્યું હતું. જેને લઈને વાપીના 2500 જેટલા ટ્રાન્સપોર્ટરો કામથી અળગા રહ્યા હતા, જેમા આશરે 5000થી વધુ અપડાઉન કરતી ટ્રકના પૈડાં થંભી ગયા હતા. 22 ડિસેમ્બરે ઇ-વે બીલના કાયદામાં આવેલ ફેરફારને લઈને ટ્રાન્સપોર્ટરનો વિરોધ છે જેમાં પેહલા 50 કિમિ ઉપર માલ મોકલવામાં ઇ-વે બિલ કઢાવવું પડતું હતું.

પણ ઇ-વે બિલ નીકળતા 24 કલાકમાં 100 કિમિ અંતર કાપવું જરૂરી હતું પણ હવે એને 200 કિમિ કરી નાખવામાં આવ્યા છે જે ખુબજ મુશ્કેલ છે. સાથે સાથે ઇ-વે બિલમાં આવતી ક્ષતિઓને લઈને પણ જી.એસ.ટી વિભાગ દ્વારા કરવામાં આવતી દંડની કાર્યવાહી ટ્રાન્સપોર્ટરને નુકશાન કરી શકે છે, જેને લઈને એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને ફરી 100 કિમિ કરવામાં આવે એવી માંગણી કરવામાં આવી છે.

Next Story