Connect Gujarat
ગુજરાત

વાપી જીઆઇડીસી માં આવેલ જય કેમિકલ માં બ્લાસ્ટ 2 ના મોત અને 5 કામદારો ને ઇજા

વાપી જીઆઇડીસી માં આવેલ જય કેમિકલ માં બ્લાસ્ટ 2 ના મોત અને 5 કામદારો ને ઇજા
X

વાપી જીઆઇડીસીના સેકન્ડ ફેસમાં આવેલી જય કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થતા બે કામદારોના મોત થયા છે જ્યારે પાંચ કામદારો ગંભીર રીતે ઘાયલ થયા છે... મહત્વપૂર્ણ છે... કે જય કેમિકલ કંપની ના માલિક વાપી ઇન્ડસ્ટ્રિયલ એસોસીએશનના પ્રમુખ પ્રકાશ ભદ્રા છે.. આમ વી આઇ એ ના પ્રમુખ ની જ કંપની માં ઘટના બનતા વાપીના અગ્રણી ઉદ્યોગપતિઓ પણ સ્થળ પર પહોંચી ગયા હતા.

જો કે ઘટનાની જાણ થતાં જ મૃતક મુકેશ મંડલ અને મોન્ટુ માંહોતો નામના બે કામદારોના પરિવારજનો કંપની પર પહોંચ્યા હતા અને સાથે સાથી કામદારો રોષે ભરાયાં હતાં અને કંપનીના ગેટ સામે બેસી અને મૃતક કામદારોના પરિવારજનોને મોટા વળતરની માંગ કરી હતી .. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મામલો થાળે પાડવાના પ્રયાસ કર્યા હતા.. કંપનીના સંચાલકો ના જણાવ્યા પ્રમાણે કંપની માં ઉત્પાદન દરમ્યાન કેમિકલ લીકેજ થયું હતું અને નજીક કામ કરી રહેલ કામદારો માથી બે કામદારનું મોત થયું હતું..જ્યારે 5 કામદારો ને ગંભીર અસર થતાં તેમને સારવાર માટે વાપી ની રેનબો હોસ્પિટલ ખસેડવા માં આવ્યા હતા.. તો સમગ્ર ઘટના બાદ વાપી જી આઇ ડી સી પોલીસે સ્થળ પર પહોંચી આગળ ની તપાસ સહિત ની કાર્યવાહી હાથ ધરી છે

Next Story