Connect Gujarat
દેશ

વારાણસી : પ્રહ્માદેશ્વર મંદિરમાં ભગવાન શિવને પહેરાવ્યું માસ્ક, વાંચો પૂજારીએ શા માટે કર્યું આમ...

વારાણસી : પ્રહ્માદેશ્વર મંદિરમાં ભગવાન શિવને પહેરાવ્યું માસ્ક, વાંચો પૂજારીએ શા માટે કર્યું આમ...
X

ચીનના વુહાનમાંથી ફેલાયેલો કોરોના વાઇરસ વિશ્વભરમાં ધીરે ધીરે પગ પેસારો કરી રહ્યો છે, આ જીવલેણ વાઇરસથી આખા વિશ્વમાં હાહાકાર મચી જવા પામ્યો છે. ભારમતાં પણ અત્યાર સુધી કોરોના વાયરસના 50 મામલા સામે આવી ચૂક્યા છે. આ દરમિયાન વારાણસીના પ્રહ્માદેશ્વર મંદિરમાં પુજારીએ ભગવાન શિવના મંદિરમાં શિવલિંગ ઉપર માસ્ક પહેરાવી દીધું છે. સાથે જ શિવલિંગને ન સ્પર્શવા લોકોને અપીલ કરવામાં આવી છે.

મદીરમાં ભક્તોને માસ્ક પહેરી આવવા કરાઇ અપીલ

શિવલિંગ ઉપર માસ્ક પહેરાવ્યા બાદ પ્રહ્માદેશ્વર મહાદેવ મંદિરના પુજારી કૃષ્ણા આનંદ પાંડેએ જણાવ્યું કે કોરોના વાયરસ આખા દેશમાં ફેલાઈ રહ્યો છે. લોકોને જાગૃતિના હેતુ સર અમે ભગવાન શિવને માસ્ક પહેરાવ્યું છે. સાથે જ ભક્તોને મૂર્તિને ન અડકવા અપીલ કરી છે. આ સાથે જ મંદિર આવવા પર ભક્તોને માસ્ક પહેરીને આવવાની સલાહ આપવામાં આવી છે. જ્યારે બીજી તરફ ભક્તોનું કહેવું છે કે ભગવાન સુરક્ષિત રહેશે ત્યારે જ આપણે બધા સુરક્ષિત રહીશું. આ મંદિરમાં પ્રહ્માદેશ્ર શિવ ભગવાન, પ્રહલાદ કેશવ દેવ, વિષ્ણુ ભગવાન, શીતળા માતા, ઈશાનેશ્વર શિવ, જગન્નાથ દેવ અને નૃસિંહ દેવના મંદિર પણ છે.

Next Story