મકરસંક્રાતિના વિવિધ રંગો : ગુજરાતમાં ઉતરાયણ, તમિલનાડુમાં પોંગલ અને પંજાબમાં લોહડીના તહેવારની ઉજવણી

0

૧૪ જાન્યુઆરી એટલે કે મકરસંક્રાતિજે રાષ્ટ્રીય તહેવાર દેશના તમામ ભાગોમાં હર્ષોલ્લાસ સાથે વિવિધ રીતે ઉજવાય છે.જોઈએ એક અહેવાલ…

૧૪ જાન્યુઆરી ઉતરાયણનાં દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે અને થોડો ઉત્તર દિશા તરફ ખસે છે. આથી તેને મકરસંક્રાતિ સાથે ઉતરાયણ પણ કહેવામા આવે છે.મકરસંક્રાંતિ એક માત્ર એવો તહેવાર જે ભારતના અંગ્રેજી વર્ષ મુજબ આવે છે. દર વર્ષે ૧૪ જાન્યુઆરીનાં રોજ ભારતમાં ઉતરાયણ અથવા મકરસંક્રાતિ તરીકે જાણીતો તહેવાર ખીહરનાં પૌરાણિક નામથી પણ પ્રચલિત છે. આ તહેવાર ભારત ઉપરાંત સમગ્ર એશિયા ખંડમાં વિવિધ સ્વરૂપે મનાવવામાં આવે છે. ભારત સહિત એશિયાઈ દેશો કૃષિ સાથે સંકળાયેલા હોવાથી આ તહેવારનું એક મહત્વ પાકની લણણી સાથે જોડાયેલુ છે. મકરસંક્રાતિનો તહેવાર દેશના તમામ ભાગોમાં હર્ષોલ્લાસ સાથે વિવિધ રીતે ઉજવાય છે.

આ તહેવારને ભારત સરકારે રાષ્ટ્રીય તહેવાર જાહેર કરેલો છે. ઉતરાયણનાં દિવસે દાન-પુણ્ય કરવાનું વિશેષ મહત્વ છે. ગ્રામ્ય સંસ્કૃતિ મુજબ આ દિવસે ગાયને ઘાસ નાખવાથી તથા ગરીબોને વસ્ત્રો-અનાજનું દાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે. વળી, આ દિવસે ભાઈનાં ઘરેથી બહેનો-દીકરીઓનાં ઘરે ખીચડો દેવા જવાનો એક રિવાજ છે. ઉતરાયણનાં દિવસે લોકો વહેલી સવારથી મોડી સાંજ સુધી ધાબા-અગાસીએ ચઢીને પતંગ ચગાવે છે. શેરડી-જીંજરા-બોર-તલસાંકળી ખાય છે. ઊંધિયું પુરી જમે છે અને દાન-દક્ષિણા દ્વારા પુણ્ય પ્રાપ્ત કરે છે. જેમ ગુજરાતમાં ઉતરાયણનો તહેવાર ઉજવાઈ છે તેમ જ આ દિવસે તમિલનાડુમાં પોંગલ, અને લોહડી શીખ પરિવારો માટે મહત્વનો તહેવાર બની રહે છે. લોહડી મકરસંક્રાતિના એક દિવસ પહેલાં ઉજવવામાં આવે છે. મહારાષ્ટ્રમાં મકરસંક્રાતિનાં દિવસે મકરસંક્રાંતિથી વસંતપંચમી તેમજ ચૈત્ર માસના આખા મહિના સુધી હલ્દી કંકુનું આયોજન પણ કરવામાં આવે છે 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here