Connect Gujarat
Featured

આજે વરૂથિની એકાદશી, આ દિવસે ભગવાન વિષ્ણુના વરાહ અવતારની પૂજાનું મહત્ત્વ છે

આજે વરૂથિની એકાદશી, આ દિવસે ભગવાન વિષ્ણુના વરાહ અવતારની પૂજાનું મહત્ત્વ છે
X

ચૈત્ર મહિનાના વદ પક્ષની એકાદશીને વરૂથિની એકાદશી કહેવામાં આવે છે. આ વર્ષે વરૂથિની એકાદશી 18 એપ્રિલે છે. વરૂથિની એકાદશી વ્રતની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળે છે. વરૂથિની એકાદશીએ વિષ્ણુજીના વરાહ અવતારની પૂજા કરવામાં આવે છે.

સ્નાન અને દાનનું મહત્ત્વઃ-

વરૂથિની એકાદશીએ સૂર્યોદય પહેલાં જાગીને તીર્થ અથવા પવિત્ર નદીમાં સ્નાનનું મહત્ત્વ છે. મહામારીના કારણે યાત્રાઓ અને તીર્થ સ્નાનથી બચવું જોઇએ. જેના માટે ઘરમાં જ પાણીમાં ગંગાજળના બે ટીપા નાખીને સ્નાન કરી લેવું જોઇએ. ત્યાર બાદ વ્રત અને દાનનું સંકલ્પ લેવામાં આવે છે. આ પવિત્ર તિથિએ માટીના ઘડામાં પાણી ભરીને તેમાં ઔષધી અને થોડાં સિક્કા ભરીને તેને લાલ રંગના કપડાંથી બાંધી લેવું જોઇએ. પછી ભગવાન વિષ્ણુ સાથે તે ઘડાની પૂજા કરવી જોઇએ. ત્યાર બાદ આ ઘડાનું દાન કોઇપણ મંદિરમાં કરી દેવું જોઇએ.

વરૂથિની એકાદશી શ્રેષ્ઠ દાનું ફળ પ્રદાન કરે છેઃ-

વરૂથિની એકાદશીએ વ્રત કરનાર વ્યક્તિને સારા ફળની પ્રાપ્તિ થાય છે. આ વ્રતને ધારણ કરનાર વ્યક્તિ આ લોક સાથે પરલોકમાં પણ સુખની પ્રાપ્તિ કરે છે. ગ્રંથો પ્રમાણે આ દિવસે તલ, અનાજ અને જળનું દાન કરવાનું મહત્ત્વ સૌથી વધારે છે. આ દાન સોના, ચાંદી, હાથી અને ઘોડાના દાનથી પણ વધારે મહત્ત્વપૂર્ણ મનાય છે. અનાજ અને જળદાનથી માનવ, દેવતા, પિતૃ બધાને તૃપ્તિ મળી શકે છે. શાસ્ત્રો પ્રમાણે કન્યાદાનને પણ આ દાન બરાબર માનવામાં આવે છે.

વરૂથિની એકાદશી વ્રત કથાઃ-

  • પ્રાચીન સમયમાં નર્મદા નદીના કિનારે માન્ધાતા નામનો રાજા રહેતો હતો. રાજા એકવાર તપસ્યામાં લીન હતો, ત્યારે એક રીંછે તેનો પગ ખાઇ લીધો અને રાજાને જંગલ તરફ ખેંચીને લઇ ગયો.
  • આ સમયે રાજાએ વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરી. વિષ્ણુ ભગવાને પોતાના ચક્રથી રીંછને મારી નાખ્યો.
  • રીંછ રાજાનો પગ ખાઇ ગયો હતો. રાજાને દુઃખી જોઇને વિષ્ણુ ભગવાને કહ્યું, આ તારા પૂર્વજન્મના પાપ છે, જેની સજા તારે આ જન્મમાં ભોગવવી પડી રહી છે.
  • રાજાએ આ પીડામાંથી મુક્તિ મેળવવા માટે વિષ્ણુજીને ઉપાય પૂછ્યો. વિષ્ણુજીએ કહ્યું, રાજન, તારે મારા વરાહ અવતાર મૂર્તિની પૂજા અને વરૂથિની એકાદશીનું વ્રત કરવું.
  • તેનાથી તારા પાપ દૂર થશે અને વ્રતના પ્રભાવથી ફરી તને તારા અંગ પાછા મળી જશે.
  • ·ત્યાર બાદ રાજાએ વરૂથિની એકાદશીનું વ્રત ધારણ કર્યું ત્યારે તેમનો પગ ફરીથી સાજો થઇ ગયો.

Next Story