સુગરનાં ચેરમેન સંદીપ માંગરોલાએ શેરડી પકવતા ખેડૂતોના લાભ માટે નવા પ્રોજેક્ટની કરી જાહેરાત

ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લી. વટારીયાનો ખેડૂતો માટે સ્નેહ મિલન સમારંભ યોજાયો હતો. આ તબક્કે સુગરનાં ચેરમેન સંદીપસિંહ માંગરોલાએ શેરડી પકવતા ખેડૂતોના લાભ માટે એક નવા પ્રોજેક્ટની જાહેરાત પણ કરી હતી. જે પ્રોજેક્ટ માહિતી આપતા સંદીપ માંગરોલાએ જણાવ્યું હતું કે, આ ક્રાંતિકારી અને સાહસિક પ્રોજેક્ટના પાયલોટ પ્રોજેક્ટમાં સફળતા પ્રાપ્ત થઈ છે. ઘણા વર્ષોથી શેરડીનું ઉત્પાદન ઘણું નીચું જઈ રહ્યું છે. હાલ રાષ્ટ્રીય સ્તરે ઉત્પાદન ૨૭.૫ મેટ્રિક ટન પ્રતિ એકરે આવે છે.

ગુજરાતમાં આ ઉત્પાદન માત્ર ૨૧ થી ૨૫ મેટ્રિક ટન પ્રતિ એકરે ઉત્પાદન થાય છે. આવા સંજોગોમાં શેરડીનું ઉત્પાદન ખેડૂતોએ ૩૫થી વધારી ૧૧૪ ટન સુધી પહોંચાડ્યું છે. હાલમાં ખાંડની બજારમાં જે પ્રમાણે માંગ છે તેના અનુસંધાને આ ઉત્પાદનથી ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ દિન-પ્રતિદિન નબળી થઈ રહી છે. ત્યારે શેરડીનું ઉત્પાદન કઈ રીતે વધારવું તે અંગેનો પ્રોજેક્ટ મહારાષ્ટ્રના કૃષિ ભૂષણ એવોર્ડ દ્વારા સન્માનિત સંજીવ માનેની દેખરેખ હેઠળ કરવામાં આવ્યો હતો. દક્ષિણ ગુજરાતની બીજી બધી સુગર ફેક્ટરીમાંથી માત્ર ગણેશ સુગર ફેક્ટરી એવી સુગર ફેક્ટરી છે જેણે શેરડીના ત્રણ ગણા એટલે કે સો મેટ્રિક ટન પ્રતિ એકરના ઉત્પાદનમાં રસ લઇ પ્રોજેક્ટને સફળતા અપાવી છે.

ગત વર્ષે ખેડૂતો સાથે ઉપસ્થિત રહી પાંચ જેટલી ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંજીવ માનેએ સચોટ માર્ગદર્શન આપ્યું હતું. ગણેશ સુગર ફેક્ટરીના કુલ 16000 સભાસદો છે જેમાં ઉત્પાદક સભાસદોની સંખ્યાં 5500ની છે. જે ઉત્પાદક સભાસદોમાંથી પાઇલોટ પ્રોજેક્ટ અંતર્ગત 80 જેટલા ખેડૂતો શેરડી પકવી રહ્યા હતા જેનો સીધો લાભ ખેડૂતોને થઈ રહ્યો છે. હવે પછી ક્રાંતિકારી પ્રોજેક્ટ પાંચ હજાર એકરમાં આ સફળ પ્રોજેકટને લાગુ કરી ખેડૂતોને આર્થિક લાભ આપવામાં ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી, વટારીયાના ચેરમેન સંદીપસિંહ માંગરોલા દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

LEAVE A REPLY