Connect Gujarat
ગુજરાત

સુરતમાં વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલો ભાગેડુ શખ્સ વડોદરાથી ઝડપાયો

સુરતમાં વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલો ભાગેડુ શખ્સ વડોદરાથી ઝડપાયો
X

વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચે તેને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

સુરત ખાતેના વાહન ચોરીના ત્રણ ગુનાઓમા સંડોવાયેલો અને નાસતો ફરતો આરોપી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચનાં હાથે ઝડપાયો હતો. ક્રાઈમબ્રાન્ચે તેની અટકાયત કરી સુરત પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

વડોદરા શહેરમા કાયદો અને વ્યવસ્થાની પરીસ્થીતી જળવાઇ રહે તેમજ હાલમા નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવાની ડ્રાઇવ ચાલી રહી છે. દરમિયાન ટીમને મળેલી ચોક્કસ માહીતીના આધારે એકતાનગર ખાતેથી ગુરૂમુખસિંગ નેપાલસિંગ સીકલીગર ઉ.વ ૩૨ રહે. એકતાનગર સંગમ કવાટર મ.ન.૧૧૪ એકતાનગર ચોકીની સામે આજવારોડને શોધી કાઢી સધન પુછપરછ હાથ ધરી હતી. આ ઇસમ અંગે ખાત્રી તપાસ દરમ્યાન સદર ઇસમ સુરત શહેર ઉધના પોલીસ સ્ટેશનમા નોંધાયેલ વાહન ચોરીના ત્રણ ગુનાઓમા સંડોવાયેલો હતો. અને વોન્ટેડ હોવાની હકીકત જણાતા ક્રાઇમ બ્રાન્ચે કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ઘરી છે. આ સદર ઇસમ અગાઉ પણ લુંટ, ઘરફોડ ચોરી, વાહન ચોરી, મારામારી તથા જુગારના કેસોમા પકડાયેલ છે.

Next Story