Connect Gujarat
Featured

દિગ્ગજ હૉકી ખેલાડી બલબીર સિંહનું 96 વર્ષની વયે થયું નિધન

દિગ્ગજ હૉકી ખેલાડી બલબીર સિંહનું 96 વર્ષની વયે થયું નિધન
X

ભારતીય હોકી ટીમ માટે ત્રણ ગોલ્ડ મેડલ જીતનારા હોકીના દિગ્ગજ ખેલાડી બલબીર સિંહ સિનિયરનું સોમવારે સવારે નિધન થયું હતું. બલબીર સિંહ લાંબા સમયથી બીમાર હતા અને મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ હતા.

નવી દિલ્હી: ભારતીય હોકી ટીમ માટે ત્રણ ગોલ્ડ મેડલ જીતનારા હોકીના દિગ્ગજ ખેલાડી બલબીર સિંહ સિનિયરનું સોમવારે સવારે નિધન થયું હતું. બલબીર સિંહ લાંબા સમયથી બીમાર હતા અને મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ હતા.

બલબીર સિંહ એ ભારતીય હોકી ટીમનો હિસ્સો હતા જેમમે લંડન ઓલિમ્પિક્સ-1948, હેલસિંકી ઓલિમ્પિક્સ-1952 અને મેલબોર્ન ઓલિમ્પિક્સ-1956માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. 1952ની ઓલિમ્પિક રમતોની સુવર્ણ ચંદ્રક મેચમાં બલબીરે નેધરલેન્ડ્સ સામે 5 ગોલ કર્યા હતા. જેમાં ભારત 6-1થી મેચ જીત્યું હતું. બલબીર સિંહ ભારતીય ટીમના મુખ્ય કોચ હતા. તેમને વર્લ્ડ કપ-1971 અને વર્લ્ડ કપ-1955માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

Next Story