Connect Gujarat
Featured

અમદાવાદ : રાજ્ય સરકારની કોરોના સામે રક્ષણાત્મક કામગીરીની આરોગ્ય મંત્રીએ પ્રશંસા કરી

અમદાવાદ : રાજ્ય સરકારની કોરોના સામે રક્ષણાત્મક કામગીરીની આરોગ્ય મંત્રીએ પ્રશંસા કરી
X

કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધને દેશમાં પ્રવર્તી રહેલ કોરોના વાયરસ સંદર્ભે તથા આગામી તહેવારોમાં કોરોનાનું સંક્રમણ વધે નહી એ માટે પૂરતી તકેદારી સાથે કામ કરવા માટે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિનભાઇ પટેલ સાથે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહેલ કામગીરીની વીડિયો કોન્ફરન્સના માધ્યમ દ્વારા સમીક્ષા કરી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધને કોરોના સંદર્ભે ગુજરાત રાજ્યની ઉચ્ચકક્ષાની બેઠક યોજી હતી. વિડિયો કોન્ફરન્સ યોજાયેલ આ મિટિંગમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ તેમજ વિવિધ જિલ્લાના કલેક્ટર જોડાયા હતા. આ દરમિયાન ડો. હર્ષવર્ધને રાજ્ય સરકારે કોરોના સંક્રમણને અટકાવવા કરેલી કામગીરીને બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા. આ કોન્ફરન્સમાં રાજ્યના વિવિધ જિલ્લાના કલેકટરો પણ જોડાયા હતા.

કેન્દ્રીય આરોગ્યમંત્રીએ કોન્ફરન્સનો હેતુ સ્પષ્ટ કરતાં કહ્યું કે, ગુજરાતે કોરોનાના સંક્રમણને અટકાવવા માટે શ્રેષ્ઠ કામગીરી કરી છે. આગામી તહેવારોમાં પણ પૂરતી તકેદારી અને SOP અનુસાર જનજાગૃતિ સાથે કામગીરી કરવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. રાજ્ય સરકારે સંક્રમણને અટકાવવા માટે જે દ્રઢ નિર્ણયો લીધા છે તેના પરિણામે આ સફળતા મળી છે. તેમણે ઉમેર્યુ કે, ગુજરાત સરકારે ધન્વંતરી રથ દ્વારા ઘરઆંગણે જ સારવાર આપવાનો નવતર આયામ હાથ ધર્યો છે તે દેશ માટે નવી રાહ ચીંધનારો છે.

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કોરોનાના સંક્રમણને અટકાવવા માટે રાજ્ય સરકારે લીધેલા પગલાઓની માહિતી આપતા કહ્યું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકારના માર્ગદર્શન તથા આઇસીએમઆરની ગાઈડલાઈન મુજબ ગુજરાતે શ્રેષ્ઠ કામગીરી કરી છે. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ જ્યારથી રાજ્યમાં પ્રથમ કેસ નોંધાયો ત્યારથી ચિંતિત થઈને દરરોજ તેમના અધ્યક્ષ પદે કોર કમિટીની બેઠક યોજે છે અને અનેકવિધ જનહિત લક્ષી નિર્ણય લે છે. જેના પરિણામે રાજ્યમાં સંક્રમણને ફેલાતું અટકાવવામાં સફળતા મળી છે.

Next Story