Connect Gujarat
ગુજરાત

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ૩૦વર્ષ જૂની પરંપરા યથાવત રાખી, ડર્ટી ડઝન ગ્રૂપ સાથે ઉજવી ઉત્તરાયણ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ૩૦વર્ષ જૂની પરંપરા યથાવત રાખી, ડર્ટી ડઝન ગ્રૂપ સાથે ઉજવી ઉત્તરાયણ
X

રાજકોટમા ઉતરાયણના તહેવરા નિમીતે મુખ્યપ્રધાન વિજય રૂપાણી હાજર રહ્યા હતા. તો છેલ્લા 30વર્ષથી ચાલી આવતી ડર્ટી ડઝન મિત્રો સાથે ઉતરાયણ મનાવવાની પરંપરાને યથાવત રાખી છે. ઉલ્લેખનીય છે કે મુખ્યપ્રધાન બન્યા બાદ પણ વિજય રૂપાણીએ તેમના મિત્રો સાથે તહેવાર મનાવવાનુ ચુક્યા નથી.

આજે સાંજે ડર્ટી ડઝન ગ્રુપ સાથે તેમને મન મુકીને પતંગ ચગાવી હતી. તો સાથે જ ઉતરાયણના તહેવારને મનભરીને માણ્યો હતો. આ સમયે તેમના ધર્મપત્ની અંજલી રૂપાણી પણ સાથે રહ્યા હતા. આ સમયે પત્રકારો સાથેની વાતચીતમા વિજય રૂપાણીએ જણાવ્યુ હતુ કે ભાજપ માટે પવન ખુબજ સારો છે. ૨૦૧૯મા નરેન્દ્રમોદી નામનો સૌથી મોટો પતંગ અમારી પાસે છે ત્યારે જીત અમારી નિશ્ચીત છે. તો સાથેજ આજથી ગુજરાતમા ૧૦ ટકા સુવર્ણોને આર્થિક અનામત આપવાનુ અમલિકરણ પણ શરૂ કરવામા આવ્યો હોવાનું જણાવ્યુ હતું.

Next Story