Connect Gujarat
Featured

“વાઇરલ વિડિયો” : પાણીના ધસમસતા પ્રવાહમાં ડ્રાઈવર સહિત કાર તણાઇ, વિડિયો આંધ્રપ્રદેશનો હોવાનું અનુમાન

“વાઇરલ વિડિયો” : પાણીના ધસમસતા પ્રવાહમાં ડ્રાઈવર સહિત કાર તણાઇ, વિડિયો આંધ્રપ્રદેશનો હોવાનું અનુમાન
X

હાલ વરસાદી માહોલ વચ્ચે ઠેર ઠેર પાણી ભરાઈ જતાં અનેક દુર્ઘટનાઓ સર્જાઈ રહી છે, ત્યારે પાણીના ઘસમસતા પ્રવાહમાં ડ્રાઈવર સહિત એક કાર તણાઇ હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.

હવે અમે આપને બાતવવા જઈ રહ્યા છે એક વાઇરલ વિડિયો. આ વિડિયોમાં આપ જોઈ રહ્યા છો કે, એક બ્રિજ પર પાણીના ધસમસતા પ્રવાહમાંથી બસની પાછળ એક કાર પણ જઈ રહી છે, ત્યારે બસ વજનમાં વધુ હોવાથી તે સહેલાઇથી પાણીનો ધસમસતો પ્રવાહ પસાર કરે છે. પરંતુ કાર તે પાણીના પ્રવાહમાં અટવાઈ પડે છે.

વિડિયોમાં જોઈ શકાય છે કે, માત્ર 20 સેકંડમાં જ ડ્રાઈવર સહિત કાર પાણીના પ્રવાહમાં ધસી જતાં નદીમાં ખાબકે છે, ત્યારે હેબતાઈ ગયેલો કારનો ડ્રાઈવર કારમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરે છે, પરંતુ કમનસીબે તે પાણીના પ્રકોપ સામે ડરી ગયો હોય તેવા દ્રશ્યો પણ અનુમાન થયા હતા. જોકે આ વાઇરલ વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થયો છે, ત્યારે આ વિડિયો આંધ્રપ્રદેશનો હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.

Next Story