Connect Gujarat
દેશ

2 કિમી સુધી ટ્રાફિક પોલીસને ખેંચી જતી કાર

2 કિમી સુધી ટ્રાફિક પોલીસને ખેંચી જતી કાર
X

નવી દિલ્હીમાં હાલ એક વિડિયો ઝડપથી સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. જેમાં એક ટ્રાફિક પોલીસને કાર ચાલક કારના બોનેટ પર ઢસડીને લઈ જતો નજરે પડે છે. આ સમગ્ર ઘટનાનો વિડિયો કારમાં જ સવાર એક વ્યક્તિએ પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો.

પહેલી નજરમાં વિડિયો જોઈને તમને લાગશે કે આ કોઈ ફિલ્મનું શૂટિંગ થઈ રહ્યું છે. જેમાં એક ટ્રાફિક પોલીસને કારચાલક પોતાની કારના હૂડ પર લટકતો ઢસડીને લઈ જઇ રહ્યો છે. પોલીસમાં વિડિયોમાં કાર ચાલકને ગાડી રોકવા આજીજી કરી રહ્યો છે. પણ કાર ચાલક કારને ઝડપી ગતિએ હંકારી રહ્યો છે અને કારને થોભાવતો જ નથી. પરંતુ વિડિયોની હકીકત કઇંક અલગ છે.

જનતાની રક્ષા અને જનતાની સુરક્ષા માટે 24 કલાક તૈનાત રહેતી પોલીસના એક ટ્રાફિક જવાનનો આ વિડિયો દિલ દહેલાવી દે તેવો છે. દિલ્હી ટ્રાફિક પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસ નંગલોઇ ચોક પર વાહનોના કાગળો ચકાસી રહી હતી ત્યારે બીજી તરફથી એક શખ્સની કાર આવી. પોલીસે તે વ્યક્તિને થોભવા કહ્યું પણ કાર ચાલકે ગાડીને થોડી ધીમી કરી પછી તેણે કારની ગતિ વધારી અને નાસી છૂટવાનો પ્રયાસ કર્યો. તેને રોકવા માટે, સુનિલ નામનો ટ્રાફિક પોલીસ અધિકારી કારના બોનેટ ઉપર કૂદી ગયો અને કાર ચાલકને થોભવા કહ્યું.

પણ આરોપીએ વાહન રોકવાને બદલે ગતિ વધારી દીધી અને પોલીસ જવાનને લગભગ બે કિલોમીટર સુધી ખેંચી હતી. કારમાં બેઠેલા સહ-મુસાફરે તેના મોબાઇલ ફોનમાં આ ઘટનાનો વિડિયો ઉતારી લીધો, જેમાં કોપ વાહનના હૂડ પર લટકતો જોઇ શકાય છે. ઘણી વિનંતીઓ પછી, તે વ્યક્તિ ગાડી ધીમી કરે છે અને પોલીસને કારમાંથી નીચે ઉતરવાની મંજૂરી આપે છે. જો કે તરત જ કાર ચાલક સ્થળ પરથી ભાગી ગયો હતો.

આ ઘટના ગયા વર્ષે નવેમ્બરમાં બનેલી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેનો વીડિયો તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર બહોળા પ્રમાણમાં શેર થયો હતો. સમગ્ર મામલે અધિકારીઓને તપાસ શરૂ કરવા માટે કહેવામાં આવ્યું છે.આ ઘટનામાં પોલીસ જવાન ઘાયલ થયો હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.

Next Story