Connect Gujarat
દેશ

ફોર્બસની લેટેસ્ટ યાદીમાં ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ મેળવ્યું સ્થાન, આવું છે કારણ

ફોર્બસની લેટેસ્ટ યાદીમાં ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ મેળવ્યું સ્થાન, આવું છે કારણ
X

દુનિયાનાં સૌથી વધુ ફી લેનાર ખેલાડીઓની યાદીમાં વિરાટ કોહલી 83માં સ્થાને રહ્યો છે.

વર્તમાન સમયમાં ભારતીય ક્રિકેટ ટીમનો સૌથી સફળ ક્રિકેટર તરીકે વિરાટ કોહલીને દર્શાવવામાં આવી રહ્યો છે. જેના હાલમાં કરોડો પ્રશંસકો છે. વિરાટ હાલમાં ઘડિયાળ, શૂઝ, મોટરબાઇક, કાર, કાપડ, સ્નેક્સ, હેલ્થ ફૂડ, હેડફોન, મોબાઇલ ફોન જેવી અનેક કંપનીઓની જાહેરાતોમાં જોવા મળી રહ્યો છે. આ ભારતીય ક્રિકેટર ફોર્બ્સે જાહેર કરેલી સૌથી વધુ ફી મેળવનાર ખેલાડીઓની ટોપ 100ની યાદીમાં સામેલ થયો છે.

વિરાટ કોહલી ફોર્બ્સની આ યાદીમાં 83માં ક્રમે રહ્યો છે. છેલ્લા 12 મહિનામાં એટલે કે એક વર્ષનાં સમયગાળામાં વિવિધ બ્રાન્ડની જાહેરાતો દ્વારા તેણે કુલ રૂપિયા 2.4 કરોડ ડોલરની કમાણી કરી હતી. વિરાટ કોહલી વિશ્વનો એકમાત્ર એવો ક્રિકેટર છે જેણે આ યાદીમાં સ્થાન મેળવ્યું છે. કમાણી બાબતે વિરાટ ટેનિસ પ્લેયર નોવાક જોકોવિચ અને ફુટબોલર સર્જિયો એગ્વેરોથી પણ આગળ નીકળી ગયો છે. વિરાટ કોહલી તેની ફેશન સેન્સ અને પોતાની વિવિધ હેરસ્ટાઇલને કારણે પણ અત્યંત જાણીતો અને યુવા વર્ગમાં ચહિતો બન્યો છે. વિરાટ કોહલી કમાણીને મામલે હવે મહેન્દ્રસિંહ ધોની કરતાં પણ આગળ નીકળી જાય તેવા સંકેતો દેખાઈ રહ્યા છે. ઇન્ડિયન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન ધોનની કમાણી વર્ષ 2015માં 3.1 કરોડ ડોલરની હતી.

ફોર્બ્સે જાહેર કરેલી હાઇએસ્ટ પેડ લિસ્ટમાં ટોચનાં સ્થાને અમેરિકાના યુએફસીના બોક્સર ફ્લોઇડ મેવેધર છે. જ્યારે બીજા ક્રમે આર્જેન્ટીનાના ફુટબોલર લિયોનલ મેસ્સી છે. ત્રીજા ક્રમે પોર્ટુગલના ફુટબોલ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે. તો ચોથા ક્રમે યુએફસીના બોક્સર કોર્નર મેકગ્રેગર અને પાંચમાં ક્રમે બ્રાઝીલના ફુટબોલર નેમાર જુનિયર છે.

Next Story