Connect Gujarat
Featured

વિરપુર : ખેડૂતો વિવિધ મુદ્દે 260 કિમી પદયાત્રા પર નીકળ્યા

વિરપુર : ખેડૂતો વિવિધ મુદ્દે 260 કિમી પદયાત્રા પર નીકળ્યા
X

ધરતિપુત્ર કિસાન ટ્રસ્ટની આગેવાનીમાં ખેડુતો રાજકોટ જિલ્લાના વિરપુરથી ગાંધીનગર પદયાત્રા કરીને રાજ્યપાલને આવેદનપત્ર દેવા માટે નીકળ્યા છે.

ધરતિપુત્ર કિસાન ટ્રસ્ટના ગુજરાત પ્રદેશ પ્રમુખ હરેશભાઇ પુજારા વિરપુરથી ગાંધીનગર પદયાત્રા કરીને રાજ્યપાલને ખેડૂતોના હિત માટે આવેદન આપવા નીકળ્યા હતા. મહેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળ અનેક ખેડૂત તેમજ ખેડૂત આગેવાનો કિસાન યાત્રામાં જોડાયા હતા. આ યાત્રા જે રૂટ પરથી પસાર થશે ત્યાંના સ્થાનિક ખેડૂતો તેમજ ખેડૂત આગેવાનો પણ સાથે સાથે જોડાતા જશે. ધરતીપુત્ર કિસાન ટ્રસ્ટ દ્વારા ખેડૂતોના પ્રશ્નોને લઇને રાજ્યપાલને આવેદન આપવા માટે વીરપુર જલારામથી ગાંધીનગર સુધીની પદયાત્રા કરશે.

સરકાર ખેડૂતોના પ્રશ્ને કઈ ધ્યાન આપતી ન હોવાથી સરકારને જગાડવા 260 કિમી જેટલી લાંબી પદયાત્રા કરી ગાંધીનગર પહોંચશે. ખેડુતોના અનેક મુદ્દાઓ જેવા કે પાક વીમો, દેવા માફી, કુદરતી આપદામાં ખેડૂતોને પૂરેપૂરું અને સમયસર વળતર આપવામાં આવે સહિતની તમામ રાજુઆતો કરશે. સર્વોચ્ચ અદાલતે આપેલ આદેશ મુજબ ખેડૂતોના આપઘાત અટકાવવા નીતિ બનાવવાની માંગ કરશે. વિરપુરથી ગાંધીનગર સુધીની પદયાત્રા દરમિયાન વચ્ચે આવતા ગ્રામ્ય અને શહેરી વિસ્તારના ખેડૂત તેમજ ખેડૂત આગેવાનો યાત્રામાં જોડાતા જશે.

કિસાન સંઘ પદયાત્રા વિરપુર, ગોંડલ, આડકોટ, જસદણ, પાળીયાદ, રાણપુર, લીંબડી, બાવળા, બગોદરા - ચાંગોદર, સરખેજ, ગોતાચોકડી, વૈષ્ણોદેવી સર્કલ, અડાલજ, સરગાસણ ચોકડી, ગાંધીનગર રાજ્યપાલ ભવન પહોંચી રાજ્યપાલને આવેદનપત્ર આપવામાં આવશે.

Next Story