Connect Gujarat
Featured

વિરપુર : હસ્તકળામાં પ્રથમ પરોતોષિક જીતનારનું ચિત્ર જોઈ લોકો થયા અભિભૂત

વિરપુર : હસ્તકળામાં પ્રથમ પરોતોષિક જીતનારનું ચિત્ર જોઈ લોકો થયા અભિભૂત
X

વીરપુરના સોલંકી પરિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભરના સૂત્રને સાર્થક કરી પોતે આત્મનિર્ભર બની હસ્તકલાથી ચિત્ર તૈયાર કરી રાજ્યકક્ષાનું પ્રથમ નંબરનું પારિતોષિક પણ મેળવ્યું છે.

વીરપુર એટ્લે પૂજ્ય જલારામ બાપા ની પવિત્ર ભૂમિ, જેમનો રોટલો જગ વિખ્યાત છે, અને હવે રોટલાની સાથે સોલંકી પરિવારની હસ્તકલાની કામગીરી પણ જગ વિખ્યાત બની ગઇ છે. વીરપુરના સોલંકી પરિવારના વડીલ અશોકભાઈએ લાગભગ 20 વર્ષ પૂર્વે દરિયામાંથી મળતા શંખ અને છીપલાં માથી ઘરનાં સુશોભનની અને મહિલાનાં આભૂષણો વગેરે બનાવવાની કામગીરીની શરૂઆત કરી હતી. ધીમે ધીમે આ કામગીરીમાં આખો પરિવાર જોડાય ગયો. જેમા તેમનાં મોટા પુત્ર અમિતભાઇ શંખ પર બારીક નકશીકામની કામગીરી શીખ્યા અને શો-પીસ માટે શંખ પર ભગવાનના જુદા જુદા ચિત્રો બનાવ્યા તેમાં શંખ પર લક્ષ્મીજીના ચિત્રની કોતરણીની કૃતિ હસ્તકલાના પારિતોષિક માટે મોકલી હતી. તેમની કલાકૃતિએ પ્રથમ નંબર મેળવ્યો હતો. રાજયકક્ષાનાં ગૃહ અને કુટિર ઉદ્યોગના મેળાવડામાં પ્રથમ નંબરે આવતાં ગુરુવારના રોજ ધ્રોલ ખાતેં કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ અમિતભાઇને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. અને એક લાખ રૂપિયા રોકડા તેમજ પ્રથમ નંબરનું શીલ્ડ એનાયત કર્યું હતુ.

હસ્તકલાની કામગીરીમાં સમગ્ર રાજયમાં વીરપુરના અમિતભાઇનાં શંખ પરના ચિત્રને પ્રથમ પારિતોષિક મળતાં સમગ્ર વીરપુરમાં ખુશીનો માહોલ છવાય ગયો હતો અને વીરપુર ના તલાટી કમ મંત્રી એ પણ અમિતભાઇની મુલાકાત લઈ તેમની હસ્તકલાના વખાણ કર્યા હતાં. અને તેમની અદ્ભૂત કામગીરીને જોઇ નવાઈ પામી ગયા હતાં. વીરપુરના આ પરિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં આત્મનિર્ભર બનવાના સૂત્ર ને સાર્થક તો કર્યું જ સાથોસાથ આ હસ્તકલાની કામગીરીમાં ગામની અન્ય મહિલાઓને રોજગારી આપી તેમને પણ આત્મનિર્ભર બનાવી છે.

Next Story