Connect Gujarat
Featured

શરીરની ઇમ્યૂનિટી વધારવા વિટામીન Cની દવા લેવી અયોગ્ય, આહારમાં ખાટાં ફળો ખાવાં એ સારો વિકલ્પ

શરીરની ઇમ્યૂનિટી વધારવા વિટામીન Cની દવા લેવી અયોગ્ય, આહારમાં ખાટાં ફળો ખાવાં એ સારો વિકલ્પ
X

કોરોના વાઇરસને કારણે આજે દરેક લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સભાન બન્યા છે. થોડી પણ શરદી-ઉધરસ થાય તો લોકો કોરોનાનો ચેપ તો નહીં લાગ્યો હોય તેના વિચારમાં ચિંતિત થઈ જાય છે અને ઇમ્યૂનિટી વધારવા માટે જાતભાતના ઉપાયો અજમાવે છે. તેમજ, કોરોનાને શરીરમાં પ્રવેશવા ન દેવા દવા અથવા ખાટાં ફળો આરોગવા લાગે છે.

વિટામીન C શરીરના રોગો સામે લડવાની ક્ષમતા વધારે છે. તેના માટે દવા લેવી જરૂરી નથી. ખાટાં ફળો જેવા કે, આંબળા, નારંગી અને લીંબું આહારમાં વાપરી શકાય છે. આ તમામ ફળોમાં વિટામીન C પૂરતી માત્રામાં હોય છે.

કોરોના વાઇરસના અત્યાર સુધીમાં 80% દર્દીઓ સાજા થઈ ગયા છે. ઘણા દર્દીઓને એકપણ દવા આપવામાં નથી આવતી અને તે સાજા થઈ જાય છે. ફક્ત તેમને લોકોથી દૂર રાખવામાં આવે છે. જેથી, તેઓ કોઈ અન્યના સંપર્કમાં ન આવીને ચેપ ન ફેલાવે.

Next Story