Connect Gujarat
ગુજરાત

વ્યારા ખાતે તાપી જિલ્લાના રમતવીરોનો સન્માન સમારોહ યોજાયો

વ્યારા ખાતે તાપી જિલ્લાના રમતવીરોનો સન્માન સમારોહ યોજાયો
X

રમત ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ અને સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સંચાલિત અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ

૨૦૧૯ અંતર્ગત તાપી જિલ્લા કક્ષાની વિવિધ ૨૨ સ્પર્ધાઓમાં વિજેતા બનેલ જિલ્લાના

રમતવીરોનો સન્માન સમારોહ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઈશ્વરભાઈ પરમારની

ઉપસ્થિતીમાં યોજાયો હતો. જેમાં ખેલ મહાકુંભ ૨૦૧૯ અંતર્ગત તાપી જિલ્લા કક્ષાની

વિવિધ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી વિજેતા બનેલ રમતવીરોનું ટ્રોફી-સન્માન

પત્ર તથા આપી સન્માન કરાયું હતુ.

આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતુ કે, રાજ્ય

સરકાર દ્વારા ખેલ મહાકુંભના માધ્યમથી રમતગમતનું વાતાવરણ સાથે ભાઈચારાની ભાવના પેદા

થાય અને ખેલાડીઓ આ ક્ષેત્રે આગળ આવી પોતાના સમાજ ગામ શહેર તાલુકા જિલ્લા અને રાજયને ગૌરવ અપાવવાની દિશામાં પ્રગતિ કરે તેમજ

શારિરીક સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવાના ઉમદા હેતુથી તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ ૨૦૧૦થી રાજ્યમાં ખેલમહાકુંભની શરૂઆત કરવામાં

આવી હતી.

રમતોથી યુવાઓમાં છુપાયેલ કૌશલ્ય

અને સુશુપ્ત શક્તિઓ બહાર આવે છે તેમ જણાવી ખેલમહાકુંભ અંતર્ગત યોજવામાં આવતી

રમતોની જાણકારી આપીને ઉમેર્યુ કે, સરકાર દ્વારા દિવ્યાંગ ખેલાડીઓ માટે પણ

સ્પે.ખેલમહાકુંભ યોજવામાં આવે છે. શિક્ષણ સાથે રમતના સમન્વય માટે ઈનસ્કુલ યોજના

હેઠળ પ્રાથમિક- માધ્યમિકમાં ભણતા બાળકોમાં પણ રમત ગમતનું સ્તર ઉંચુ લાવવા

ટ્રેનરોને તાલીમ આપવામાં આવી રહી છે.

Next Story