Connect Gujarat
Featured

સુરત : લોક ડાઉનની સ્થિતિમાં સ્વસ્થ રહેવા વ્યાસ પરિવારનો નવતર અભિગમ

સુરત : લોક ડાઉનની સ્થિતિમાં સ્વસ્થ રહેવા વ્યાસ પરિવારનો નવતર અભિગમ
X

કોરોના વાયરસના પગલે લોક ડાઉન જાહેર કરી દેવાયા બાદ

લોકોને પોતાના ઘરોમાં જ રહેવા સુચના આપવામાં આવી છે ત્યારે સુરતના વ્યાસ પરિવારે

લોક ડાઉનની સ્થિતિમાં સ્વસ્થ રહેવા માટે યોગ અને પ્રણાયામનો નવતર અભિગમ અપનાવ્યો

છે.

ગુજરાતમાં કોરોના વાયરસના વધી રહેલાં કેસના કારણે રાજયભરમાં લોક ડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે. લોકોને પોતાના ઘરોમાં જ રહેવા માટે આદેશ કરી દેવામાં આવ્યાં છે. બિન જરૂરી રીતે બહાર નીકળનારા લોકો સામે જાહેરનામાના ભંગ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. લોકો પોતાના ઘરોમાં કેદ થઇ ગયાં છે ત્યારે સુરતના વ્યાસ પરિવારે નવતર અભિગમ અપનાવ્યો છે.

સુરતના આંનદ મહલ રોડ પર આવેલ દિપક આવાસમાં રહેતા વિપુલ વ્યાસ અને તેમના પરિવારે પ્રયોગ શરૂ કર્યો છે. તેઓ ઘરમાં સામુહિક રીતે યોગાસન અને પ્રણાયામ કરી રહયાં છે. ભારતમાં યોગાસન અને પ્રણાયામનું ખુબ મહત્વ રહેલું છે અને સમગ્ર વિશ્વએ હવે યોગાસનને સ્વીકારી લીધાં છે. કોરોના વાયરસના કહેર વચ્ચે યોગાસન અને પ્રણાયામથી સ્વસ્થ રહેવાનો રસ્તો વ્યાસ પરિવારે બતાવ્યો છે.

Next Story