ભરૂચ: વાગરા કાર ચાલકે 120 ની ઝડપે 2 બાઈકને કચડી, 1નું રુંવાડા ઊભાં કરી દે તેવું મોત

0
National Safety Day 2021

ભરૂચ વાગરાથી ગંધાર તરફ જતાં માર્ગ પર સાચણ ગામ નજીકની નર્મદાની મુખ્ય નહેર પાસે એક કાર અને બે બાઈક વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ગોઝારી ઘટનામાં એક બાઈક સવારનું ઘટના સ્થળે કમકમાટીભર્યુ મોત

 નિપજ્યું છે જ્યારે અન્ય ત્રણ બાઈક સવારોને ઘાયલ અવસ્થામાં વાગરા આરોગ્યકેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી એકની હાલત વધુ ગંભીર જણાતા ભરૂચ ખાતે રીફર કરાયો છે.

મળતી વિગત અનુસાર વસ્તીખંડાલી ગામના ચાર યુવાનો પહાજ ગામે લગ્ન પ્રસંગે ગયા હતાં. જ્યાંથી પરત ફરતી વેળા પૂરપાટ ઝડપે આવતા કાર ચાલકે બંને બાઈકને અડફેટમાં લીધી હતી. કારનો ચાલક અકસ્માત સર્જી કાર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતને પગલે 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી મૃતક તેમજ ઘાયલોને હોસ્પિટલ ખસેડ્યા હતા. વાગરા પોલીસે આ અંગે તપાસની તજવીજ હાથ ધરી છે. હાલ તો અકસ્માતને લીધે વસ્તી ખંડાલી ગામમાં શોકનું મોજું ફરી વળ્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here