• દેશ
 • સ્પોર્ટ્સ
વધુ

  વોર્નર-ફિંચની રેકોર્ડ બ્રેક પાર્ટનરશિપ ઈનિંગ, ભારત સામે ઓસિ.નો વિજય

  Must Read

  ભાવનગર જીલ્લામાં આજે ૪૨ નવા કોરોના પોઝિટિવ કેસ નોધાયા

  ભાવનગર જિલ્લામા આજરોજ ૪૨ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૩,૭૩૬ થવા પામી...

  કોવિદ-19 : રાજ્યમાં આજે વધુ 1432 નવા કેસ નોધાયા, જ્યારે 1470 દર્દીઓ થયા સ્વસ્થ

  ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે.રાજ્યમાં આજે છેલ્લા 24 ક્લાકમાં કોરોના વાયરસના 1432 નવા...

  ભરૂચ : અંકલેશ્વરની જલધારા ચોકડી પાસે વેપારીઓ વિફર્યા, જુઓ કેમ

  અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં નોટીફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા બળજબરી પુર્વક માસ્ક નહિ પહેરનારા વેપારીઓ પાસેથી દંડ વસુલવામાં આવતો...

  ત્રણ વન-ડે મેચની સીરિઝમાં કાંગારૂ ટીમે 1-0ની લીડ મેળવી

  ઓસ્ટ્રેલિયાએ ભારતને ત્રણ વન-ડે મેચની સીરિઝના પ્રથમ મેચમાં 10 વિકેટે હરાવ્યું છે. મંગળવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ વન-ડેમાં 256 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમે 37.4 ઓવરમાં જ એકપણ વિકેટ ગુમાવ્યા વગર ટાર્ગેટ પ્રાપ્ત કરી લીધો હતો. બીજી વનડે રાજકોટ ખાતે રમાશે.

  ઓસ્ટ્રેલિયન ટીમનો પ્રથમ વખત ભારત સામે 10 વિકેટે વિજય થયો છે. ડેવિડ વોર્નરે 128 રન અને કેપ્ટન એરોન ફિંચે 110 રનની અણનમ ઈનિંગ રમીને કાંગારૂ ટીમને સીરિઝમાં 1-0થી લીડ અપાવી હતી. વોર્નર અને ફિંચે 256 રનના લક્ષ્યાંકને એકપણ વિકેટ ગુમાવ્યા વગર પાર કરી લેતા ભારત સામે સૌથી મોટી પાર્ટનરશિપનો પણ રેકોર્ડ બનાવ્યો હતો.

  વન-ડેમાં એકપણ વિકેટ ગુમાવ્યા વગર લક્ષ્યાંક પ્રાપ્ત કરવાની બાબતે આ બીજી સૌથી મોટી ઈનિંગ છે. 2017માં દક્ષિણ આફ્રિકાના હાશિમ અમલા અને ક્વિન્ટરન ડીકોકે બાંગ્લાદેશ સામે 279 રનનો લક્ષ્યાંક અગાઉ હાંસલ કર્યો હતો. 2016માં ઈંગ્લેન્ડના એલેક્સ હેલ્સ અને જેસન રોયે શ્રીલંકા સામે 255 રનનો લક્ષ્યાંક પણ મેળવ્યો હતો.

  ટીમ ઈન્ડિયાની વાનખેડેમાં હાર વન-ડેમાં સળંગ ત્રીજી હાર હતી. અગાઉ દક્ષિણ આફ્રિકા સામે 2015માં 214 રનથી ભારત હાર્યું હતુ. 2017માં ન્યૂઝીલેન્ડે 6 વિકેટે મ્હાત આપી હતી. ભારત-ઓસ્ટ્રેલિયાની ટીમો 13 વર્ષ બાદ આમને-સામને થઈ હતી. બન્ને વચ્ચે આ ગ્રાઉન્ડ પર ચોથી મેચ રમઆ હતી. જેમાં ભારતીય ટીમ ફક્ત એક જ મેચ જીતી શકી હતી. ત્રણ મેચમાં ઓસ્ટ્રેલિયાનો વિજય થયો હતો. 2007માં જ્યારે બન્ને ટીમો ટકરાઈ હતી ત્યારે ટીમ ઈન્ડિયાએ બે વિકેટે જીત મેળવી હતી.

  ઓસ્ટ્રેલિયાના ઓપનર વોર્નર અને કેપ્ટન ફિંચે સદી ફટકારી હતી. વોર્નરની 18મી વનડે સદી રહી હતી જ્યારે ફિંચની 16મી ઓડીઆઈ સદી હતી. બન્નેએ વાનખેડેમાં રમેલી ઈનિંગ કોઈપણ ગ્રાઉન્ડપર સૌથી મોટી ભાગીદારી રહી હતી. 2017માં ન્યૂઝીલેન્ડના રોસ ટેલર અને ટોમ લાથમે ચોથા વિકેટ માટે ભારત વિરુદ્ધ 200 રનની પાર્ટનરશિપ કરી હતી. જ્યારે 2015માં ફાફ ડુપ્લેસીસ અને એબી ડિવિલિયર્સે ત્રીજી વિકેટ માટે 2015માં અણનમ 164 રનની ઈનિંગ રમી હતી.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here

  Latest News

  ભાવનગર જીલ્લામાં આજે ૪૨ નવા કોરોના પોઝિટિવ કેસ નોધાયા

  ભાવનગર જિલ્લામા આજરોજ ૪૨ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૩,૭૩૬ થવા પામી...

  કોવિદ-19 : રાજ્યમાં આજે વધુ 1432 નવા કેસ નોધાયા, જ્યારે 1470 દર્દીઓ થયા સ્વસ્થ

  ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે.રાજ્યમાં આજે છેલ્લા 24 ક્લાકમાં કોરોના વાયરસના 1432 નવા પોઝિટિવ કેસ નોધાયા છે.અને રાજ્યમાં...
  video

  ભરૂચ : અંકલેશ્વરની જલધારા ચોકડી પાસે વેપારીઓ વિફર્યા, જુઓ કેમ

  અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં નોટીફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા બળજબરી પુર્વક માસ્ક નહિ પહેરનારા વેપારીઓ પાસેથી દંડ વસુલવામાં આવતો હોવાની ફરિયાદો ઉઠી છે. શનિવારના...
  video

  અમદાવાદ : વેપારી યુવતી સાથે રૂમમાં ગયાં, યુવતી અર્ધનગ્ન બની, જુઓ પછી શું થયું..!

  તમે કોઈ એપ્લિકેશનથી જો તમે અજાણી યુવતી સાથે મિત્રતા કરો છો તો ચેતજો કારણ કે અમદાવાદના સેટેલાઇટના વેપારીએ પત્ની સાથે છૂટાછેડા લીધા...
  video

  જુનાગઢ : ભેસાણ માર્કેટિંગ યાર્ડમાં કપાસ-મગફળીનો ભાવ ગત વર્ષ કરતા આ વર્ષે 3 ગણો ઓછો, ખેડૂતોમાં ભારે રોષ

  જુનાગઢ જિલ્લાના ભેસાણ માર્કેટિંગ યાર્ડમાં ચાલુ વર્ષે નવી જણસીની આવક શરૂ થવા લાગી છે. જેમાં મુખ્યત્વે કપાસ અને મગફળીનો ભાવ ગત વર્ષ કરતા...

  More Articles Like This

  - Advertisement -