Connect Gujarat
ગુજરાત

કાળઝાળ ગરમીમાં પશુઓ પક્ષીઓ તેમજ પ્રાણીઓને પાણીની સુવિધાઓ પુરી પાડતું ફોરેસ્ટતંત્ર

કાળઝાળ ગરમીમાં પશુઓ પક્ષીઓ તેમજ પ્રાણીઓને પાણીની સુવિધાઓ પુરી પાડતું ફોરેસ્ટતંત્ર
X

હાલ સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે લોકો પરેશાન છે. અને આ ગરમી થી રાહત મેળવવા માટે સરબત, સોડા, લચ્છી જેવા પ્રવાહી લેતા હોય છે. ત્યારે આ ગરમીમાં પશુ પક્ષી તેમજ પ્રાણીઓની શું દશા થતી હશે. ત્યારે કચ્છના નાનું રણ જેનો વિસ્તાર 4954 ચોરસ કિલો મીટર જેટલો છે. આ વિસ્તારમાં ગરમી નો પારો અંદાજીત 45 થી 48 ની આસપાસ હોય છે.

ત્યારે આ પરિસ્થિતિની અંદર આ વિસ્તારમાં નિલ ગાય, ઘુડખર, તેમજ પક્ષી ઓ માટે પણ ઘુડખર અભ્યારણ દ્વારા રણની અંદર આવેલ અવાડાની અંદર ટેન્કર દ્વારા પાણી થી ભરવામાં આવી રહ્યા છે. કચ્છના નાના રણ માં ચાર રેન્જ આવેલ છે. જેમાં ધ્રાંગધ્રા રેન્જ, બજાણા રેન્જ, હળવદ રેન્જ અને આડેસર રેન્જ આવેલ છે.આ વિસ્તારમાં આવેલ પશુઓ પક્ષીઓ તેમજ પ્રાણીઓ ને પણ આ ગરમીમાં પીવા માટે પાણી મળી રહે અને તેમને કોઈ જાતની તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા દરરોજ ટેન્કર દ્વારા પાણી થી અવાડા ભરવામાં આવે છે. આ અભયારણ્ય માં ટોટલ 66 અવાડા આવેલ છે. જેમાં ધ્રાંગધ્રા રેન્જના 15 અવાડા આડેસર રેન્જના 10 હળવદ 18 બજાણાના 23 અવાડાની અંદર રોજ પાણી થી ભરવામાં આવે છે.

Next Story