Connect Gujarat
Featured

પશ્ચિમ બંગાળ: ભાજપમાં જોડાયા બાદ બંગાળી અભિનેતાને થિયેટર ગ્રુપે નાટકમાંથી કાઢી મૂક્યો

પશ્ચિમ બંગાળ: ભાજપમાં જોડાયા બાદ બંગાળી અભિનેતાને થિયેટર ગ્રુપે નાટકમાંથી કાઢી મૂક્યો
X

પશ્ચિમ બંગાળમાં પ્રખ્યાત થિયેટર ગૃપના એક અભિનેતાના ભાજપમાં જોડાયા પછી તેમને નાટકમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા છે. સૌરભ પાલોધીએ તેમના ઓફિશિયલ ફેસબુક એકાઉન્ટ પર પોસ્ટ કર્યું છે કે કલાકાર કૌશિક કારને ભાજપમાં જોડાવાના કારણે નાટકમાંથી દૂર કરવામાં આવ્યા છે. પાલોધિનું નાટક 'ઘૂમ નેઇ' ઉત્પલ દત્તના ક્લાસિક નાટક પર આધારિત છે, જેમાં દેશની વર્તમાન રાજકીય પરિસ્થિતિને ડાબેરી વિચારધારણા દ્વારા દર્શાવવામાં આવી છે.

કારને પાલોધીના ગૃપ 'ઇચ્છામોતો' દ્વારા 2019 માં પાત્ર ભજવવા માટે બોલાવવામાં આવ્યા હતા. આ પાત્રને 2015 ના દાદરી કેસમાં પ્રે રણા મળી હતી, જેમાં એક યુવકને 'માંસ' ખાવાની શંકાના આધારે ટોળાએ માર મારી હત્યા કરી હતી. પાલોધિ ડાબેરી વિચારધારાના છે. તેમણે ત્રણ દિવસ પહેલા ફેસબુક પર પોસ્ટ કરી હતી કે, "અમે કૌશિક કારને તાત્કાલિક અસરથી" ઘૂમ નેઇ "માંથી દૂર કરી રહ્યા છીએ કારણ કે તે ભાજપમાં જોડાઇ રહ્યા છે. આ સમયે, તેને નાટકમાંથી દૂર કરવા માટે આ કારણ પૂરતું છે. કામકાજી વર્ગના નાટકમાં સાંપ્રદાયિક તત્વો માટે કોઈ સ્થાન હોઇ શકે નહીં. '' થિયેટર ગૃપ ટૂંક સમયમાં ઘૂમ નેઇ ના આગામી શો માટેની તારીખ જાહેર કરશે.

કૌશિકનું જોડાય રહેવું નાટકની મૂળ ભાવના પ્રત્યે અન્યાય

પાલોધિએ કહ્યું કે તેઓ તેમના નિર્ણય પર અડગ છે કારણ કે "આ નાટક ભાજપની વિચારધારાની વિરુદ્ધ છે અને તે પક્ષ સાથે સંકળાયેલ કોઈ પણ વ્યક્તિ 'ઘૂમ નેઇ'નો ભાગ ન હોઈ શકે.' તેમણે કહ્યું, 'કૌશિક કારની હાલની રાજકીય ઓળખ જાણીને પણ નાટક સાથે તેમનું જોડાયેલા રહેવું' નાટકની મૂળ ભાવના અને જે કામકાજી વર્ગ માટે બનાવવામાં આવ્યું છે તેમના સાથે અન્યાય થશે.

Next Story