ગુજરાતમાં આ શું થઇ રહયું છે, વડોદરા બાદ હવે આણંદમાં પરિવારનો સામુહિક આપઘાત

0

વડોદરા બાદ આવી જ ઘટના આણંદમાં સામે આવી છે. આણંદના ગ્રીડ વિસ્તારમાં આવેલી જીવનદીપ સોસાયટીમાં રહેતાં માતાએ પોતાના બે સંતાનો સાથે ઝેરી દવાની ગોળીઓ ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો છે. ઝેરની અસરના કારણે માતા અને પુત્રનું મોત નીપજી ચુકયું છે જયારે પુત્રી હાલ હોસ્પિટલના બિછાને સારવાર લઇ રહી છે. જીવનદીપ સોસાયટીના મકાન નંબર 51માં પતિ અને પત્ની તેમના બે સંતાનો સાથે રહેતાં હતાં. પતિ ઘરમાં હાજર ન હતાં ત્યારે માતાએ સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતાં આસપાસના રહીશો દોડી આવ્યાં હતાં. મૃતકોની અંતિમયાત્રામાં અશ્રુધારા વહી હતી. ટુંકા સમયના ગાળામાં રાજયમાં બનેલી સામુહિક આપઘાતની બે ઘટનાઓએ અનેક સવાલો ઉભાં કર્યા છે.  ..

જીંદગીથી નાસીપાસ થયેલા લોકો જીવનનો અંત આણવા સુધી પહોંચી જતાં હોય છે. પોતાની સાથે પરિવારના બીજા નિર્દોષ સભ્યોની હત્યા કરી પોતે આત્મ હત્યા કરી લેવી તે કેટલું યોગ્ય.. વડોદરાની વાત કરવામાં આવે તો દાદાએ પોતાના ફુલ સમા પૌત્રને ડ્રોપરની મદદથી ઝેરી દવા મિશ્રિત સોફટડ્રીંકસ પીવડાવી દીધું છે. આણંદની ઘટનામાં પણ માતાએ સંતાનોને દવાની ઝેરી ગોળી આપી હોવાની આશંકા સેવાઇ રહી છે.. કોઇ પણ સ્થિતિમાં વિચલિત થયા વિના તેનો હલ શોધવાનો પ્રયાસ કરવામાં આવે તો કદાચ આપઘાતના બનાવો અટકી શકે તેમ છે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here