Connect Gujarat
Featured

મતદાન સમયે લગાવવામાં આવતી અવિલોપ્ય શાહીનું શું છે રહસ્ય, વાંચો અહીં

મતદાન સમયે લગાવવામાં આવતી અવિલોપ્ય શાહીનું શું છે રહસ્ય, વાંચો અહીં
X

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીનું અંતિમ ચરણ ચાલી રહયું છે. મહાનગરપાલિકાઓ બાદ હવે નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતો માટે મતદાન ચાલી રહયું છે. હવે તમને જણાવીશું મતદાન સમયે હાથની આંગળી પર લગાવવામાં આવતી અવિલોપ્ય શાહી વિશે....

ગુજરાતમાં છેલ્લા બે મહિનાથી ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે અને મતદારો મત આપ્યાં બાદ તેમના ફોટા સોશિયલ મિડીયામાં મુકી રહયાં છે. મતદાન કર્યું છે કે નહિ તેની ઓળખ આંગળી પર લાગેલી અવિલોપ્ય શાહી પરથી થાય છે. મતદાર એક કરતાં વધારે વખત મતદાન ન કરી જાય તે માટે આ શાહીનો ઉપયોગ કરવામાં આવે છે. આ શાહી એકવાર ચામડીમાં લાગી ગયા બાદ સાબુ, ડિટરજન્ટ કે કેમિકલથી દૂર થઈ શકતી નથી, જ્યાં સુધી નવી ચામડી ન આવે ત્યાં સુધી જતી નથી. ભારત ઉપરાંત તુર્કી, સાઉથ આફ્રિકા, નાઈજિરિયા, નેપાળ, ઘાના, માલદીવ, વેનેઝુએલા, ઈન્ડોનેશિયા, મલેશિયા ઉપરાંત 30થી વધુ દેશોમાં ચૂંટણી વખતે શાહીનો ઉપયોગ કરાય છે. આ શાહી સમગ્ર દેશમાં માત્ર એક કંપની બનાવે છે. કર્ણાટકના મૈસુર જિલ્લામાં આવેલા મૈસુર પેઈન્ટ એન્ડ વારનીશ લિ. દ્વારા કેન્દ્ર ચૂંટણી પંચ નેશનલ ફિઝિટકલ લેબોરેટરી, નેશનલ રિસર્ચ ડેવલોપમેન્ટ કોર્પોરેશનના સહયોગથી બનાવવામાં આવે છે. અવિલોપ્ય શાહી
બનાવવામાં સિલ્વર નાઈટ્રેટ નામનો પ્રદાર્થ વાપરવામાં આવે છે..

Next Story