Connect Gujarat
ટેકનોલોજી

WhatsAppમાં વધુ એક નવું વર્ઝન, હવે ગૃપ એડમિન પાસે રહેશે આ કંટ્રોલ

WhatsAppમાં વધુ એક નવું વર્ઝન, હવે ગૃપ એડમિન પાસે રહેશે આ કંટ્રોલ
X

વ્હોટ્સએપ ગૃપમાં હવે એડમિન નક્કિ કરશે કે કોણ ગૃપમાં પોસ્ટ કરી શકે

સોશિયલ મીડિયામાં સૌથી ઝડપી અને લોકપ્રિયતા ધરાવતું વ્હોટસએપ સમયાંતર નવા અપડેટ લાવતું રહે છે. હાલમાં વધુ એક અપડેટ લાવ્યું છે. જેમાં વ્હોટસએપ ગૃપમાં સર્જાતી વિસંગતતાઓને દૂર કરવા માટે ગ્રૃપ એડમિન સર્વોપરી રહેશે. હવે ગ્રૃપ એડમિન નક્કિ કરશે કે આ ગૃપમાં પોસ્ટ કોણ કરી શકે. જેમાં એન્ડ્રોઈડ માટે વ્હોટએપ બીટા વર્ઝન 2.18.201 અને iPhone માટે સ્ટેબલ વર્ઝન 2.18.70માં અપડેટ કર્યું છે.

સોશિયલ મીડિયામાં વ્હોટ્સએપ ધૂમ મચાવી રહ્યું છે. લોકોને એક બીજા સાથે જોડી રાખવામાં સાથે દેશ દુનિયાના અપડેટ આપવામાં વ્હોટ્સએપ પણ કાઠું કાઢી રહ્યું છે. હવે સોશિયલ મીડિયામાં ઘણી વખત લોકો ગમે તેવી પોસ્ટ શેર કરતા હોય છે. ખાસ કરીને ગ્રુપ ક્રિએટ કર્યા હોય ત્યારે ઘણા લોકો ગૃપને અનુરૂપ પોસ્ટ મુકવાને બદલે વિરોધાભાષી પોસ્ટ મુકતા હોય છે. આવા સંજોગોમાં ગ્રૃપ એડમિન હવે આખા ગૃપને હેન્ડલ કરી શકશે. હવે તે નક્કિ કરી શકશે કે આ ગૃપમાં કોણ પોસ્ટ કરી શકે.

આ ફીચરને આવી રીતે કરો એક્ટિવ

- સૌથી પહેલાં વ્હોટ્સએપને લેટેસ્ટ વર્ઝનમાં અપડેટ કરો

- તમારા બનાવેલા ગ્રૃપ સેટિંગમાં જાઓ

- તેમાં ગ્રૃપ ઈન્ફોનું ઓપ્શન ક્લિક કરો

- બાદમાં ગ્રૃપ સેટિંગ ઉપર ક્લિક કરો

- સેન્ડ મેસેજનાં ઓપ્શન ઉપર ક્લિક કરી 'ઓન્લી એડમિન' સિલેક્ટ કરો

Next Story