Connect Gujarat
દેશ

ક્યારે અટકશે MPનો રાજકીય સંગ્રામ? આજે SCમાં ફરી બહુમતી પરીક્ષણ અંગે સુનાવણી

ક્યારે અટકશે MPનો રાજકીય સંગ્રામ? આજે SCમાં ફરી બહુમતી પરીક્ષણ અંગે સુનાવણી
X

મધ્યપ્રદેશની રાજકીય

ઉથલપાથલ હજી સુધી અટકી નથી. આજે ફરી

એકવાર સુપ્રીમ કોર્ટમાં બહુમતી પરીક્ષણના મુદ્દે સુનાવણી થશે. ભારતીય જનતા

પાર્ટીના નેતા શિવરાજસિંહ ચૌહાણે ફ્લોર ટેસ્ટ ટૂંક સમયમાં કરાવવા માટે કોર્ટને

વિનંતી કરી છે. બુધવારની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશ વિધાનસભા અધ્યક્ષ પર કડક વલણ અપનાવ્યું

હતું અને 16 ધારાસભ્યોનું રાજીનામું ન સ્વીકારવાનું કારણ પૂછ્યું

હતું. કોર્ટ ઉપરાંત પણ મધ્યપ્રદેશનું રાજકીય નાટક ભોપાલ

અને બેંગલુરુમાં ચરમસીમાએ છે.

વિધાનસભામાં જલ્દીથી

ફ્લોર ટેસ્ટ કરાવવાની અરજી અંગે સુપ્રીમ કોર્ટમાં ફરી સુનાવણી થવાની છે. બુધવારે

સુનાવણી દરમિયાન ભાજપના વકીલોએ તમામ 16 બળવાખોર

ધારાસભ્યોને રજૂ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, જેને કોર્ટે ફગાવી

દીધી હતી. જસ્ટિસ ચંદ્રચુડ અને ન્યાયાધીશ હેમંત ગુપ્તાની ખંડપીઠે સ્પીકરને

રાજીનામું ન સ્વીકારવાનું કારણ પૂછ્યું હતું.

બુધવારની સુનાવણીમાં

કોંગ્રેસ અને ભાજપ પક્ષના વકીલો વચ્ચે અનેક વખત ભારે ચર્ચા થઈ હતી. મધ્યપ્રદેશના આ

રાજકીય લડતનું પરિણામ આજે કોર્ટની બહાર આવી શકશે કે નહીં તે જોવું રહ્યું.

Next Story