Connect Gujarat
Featured

બેલફાસ્ટમાં જન્મેલા, વિલિયમ થોમસન "લોર્ડ કેલ્વિન" આજે જન્મદિવસ

બેલફાસ્ટમાં જન્મેલા, વિલિયમ થોમસન લોર્ડ કેલ્વિન આજે જન્મદિવસ
X

26 જૂન, 1824ના રોજ બેલફાસ્ટમાં જન્મેલા, વિલિયમ થોમસન લોર્ડ કેલ્વિન તરીકે પણ ઓળખાય છે. તેઓ એક જાણીતા ભૌતિકશાસ્ત્ર, ગણિતશાસ્ત્રી, એન્જિનિયર અને શોધકર્તા હતા. થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ, પ્રકાશની ઈલેક્ટ્રોમેગ્નેટિક થિયરી અને એબ્સોલુટ તાપમાન સ્કેલમાં તેમનું મહત્વપૂર્ણ યોગદાન છે. વિલિયમ થોમ્સનના માનમાં કેલ્વિન્સમાં તાપમાન માપવામાં આવે છે. તેમણે હાઇડ્રોડાયનેમિક્સમાં અને પ્રથમ ટ્રાન્સએટલાન્ટિક કમ્યુનિકેશન કેબલ માટેની શોધ માટે પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

બ્રિટનની પ્રથમ ફિઝિક્સની લેબોરેટરી થોમ્સન દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી. તેઓ ગ્લાસગો યુનિવર્સિટી અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં કામ કરી ચૂક્યાં છે. થોમ્સન 1899માં ગ્લાસગો યુનિવર્સિટીથી રિટાયર થયા હતા. થોમ્સને તેમની બીજી પિતરાઈ માર્ગરેટ ક્રમ સાથે લગ્ન કર્યા હતા. માર્ગરેટના મૃત્યુ પછી તેમણે ફ્રાંસીસ એન્ના બ્લેન્ડી સાથે 1874માં લગ્ન કર્યા હતા.

1867માં વિલિયમ થોમ્સને ભૌતિકશાસ્ત્રી પીટર ગુથેરી ટેટ સાથે 'ટ્રીટાઈઝ ઓન નેચરલ ફિલોસોફી' પ્રખ્યાત પુસ્તક લખી હતી. 1870માં થોમ્સને યોટ 'લલ્લા રુખ' ખરીદીને તેમાં ફ્લોટિંગ લેબોરેટરી સ્થાપિત કરી હતી. તેમણે ઉંડા દરિયામાં આવતા અવાજની પદ્ધતિને પ્રસ્થાપિત કરી હતી. સર્જન અને ઉત્ક્રાંતિમાં રસ ધરાવનાર થોમ્સને પૃથ્વી કેટલી ઠંડી છે, તે ચકાસ્યું હતું અને પૃથ્વી કેટલી જૂની છે તેના વિશે અનુમાન લગાવ્યું હતું.

1900માં ઑક્સફર્ડમાં બ્રિટીશ એસોસિએશન ફોર એડવાન્સમેન્ટ સાયન્સની વાર્ષિક મીટિંગમાં ભાગ લેતા, તેમણે કહ્યું હતું કે, “ભૌતિકશાસ્ત્રમાં હવે નવું શોધવા જેવું કંઈ રહ્યું નથી. જે છે તે ચોક્કસ માપન છે." વિલિયમ થોમસન, લોર્ડ કેલ્વિનનું નિધન 17 ડિસેમ્બર 1907ના રોજ 83 વર્ષની વયે થયું હતું. સ્કોટલેન્ડના લાર્ગ્સ નજીક નેધરહોલ ખાતે તીવ્ર ઠંડીથી તેમનું મૃત્યુ થયું હતું.

Next Story