Connect Gujarat
આરોગ્ય 

શિયાળામાં ગમે તેટલી ઠંડી પડે ગભરાશો નહી, તંદુરસ્ત રહેવું છે તો વાંચો આ સમાચાર

શિયાળામાં ગમે તેટલી ઠંડી પડે ગભરાશો નહી, તંદુરસ્ત રહેવું છે તો વાંચો આ સમાચાર
X

આપણે આપણી જાતને તંદુરસ્ત રાખવા માટે અવનવા નુસખા અજમાવતાં હોય છે. કસરત, જોગીંગ સહિતની પ્રવૃતિઓ કરતાં હોય છે પણ અમે તમને જણાવી રહયાં છે એવી વસ્તુઓ કે જેનાથી આપ માત્ર શિયાળામાં જ નહિ વર્ષભર તંદુરસ્ત રહી શકશો.

શિયાળામાં શરદી અને ખાંસીની બિમારી વધારે થતી હોવાથી રોજીંદા ખોરાકમાં એન્ટી ઓકિસડન્ટ ઉમેરવા જરૂરી છે. કુદરતી એન્ટી ઓકિસડન્ટ તમને આમળા, લીલી હળદર, ડુંગળી, લસણ ઉપરાંત લીંબુ, જામફળ અને કીવીમાંથી મળી શકશે. શિયાળાની ઠંડીથી બચવા માટે તલ અને ગોળનું સેવન કરવું જોઇએ અને તેના માટે તમે તલના લાડુ અને સીંગની ચિકકી ખાઇ શકો છો. શરીરને ગરમ રાખવા માટેનો અન્ય ઉપાય છે ઘઉંના બદલે બાજરીનો ઉપયોગ કરવો જોઇએ.

આપણા સૌના રસોડામાં આદુ સરળતાથી ઉપલબ્ધ થઇ જાય છે.આદુના સેવનથી શરીરને ગરમી મળવાની સાથે પાચનક્રિયામાં સુધારો થાય છે. મધના સેવનને પણ અતિ ગુણકારી માનવામાં આવે છે. મધના કારણે શરીરની રોગ પ્રતિકારક શકિતમાં વધારો થશે. ખનીજ તત્વો, ફાયબર, કેલ્શિયમ અને કાર્બોહાઇડ્રેડ મેળવવા માટે મગફળી ઉત્તમ સ્ત્રોત છે. કબજિયાતની તકલીફવાળા લોકોએ શાકભાજી અને ફળોનો વધુમાં વધુ ઉપયોગ કરવો જોઇએ. શિયાળામાં આંબળા, આદુ,લીલી હળદર-અંબામોર, અને શાકભાજીના રસ લઈ શકાય.જેનાથી લોહીનું પ્રમાણ વધે છે અને લોહી શુદ્ધ થાય છે. શિયાળામાં મેથીપાક, અડદિયાપાક, ગુંદરપાક, તલસાંકળી જેવા વસાણાંનો પણ ઉપયોગ હિતાવહ છે.

Next Story