Connect Gujarat
ગુજરાત

ઈદ પર ‘રાધે’ ફિલ્મ રિલીઝ ન થતાં હવે સલમાન ખાન ચાહકોને ખાસ સરપ્રાઈઝ આપશે

ઈદ પર ‘રાધે’ ફિલ્મ રિલીઝ ન થતાં હવે સલમાન ખાન ચાહકોને ખાસ સરપ્રાઈઝ આપશે
X

છેલ્લાં ઘણાં વર્ષોથી ઈદ પર સલમાન ખાનની ફિલ્મ રિલીઝ થતી હોય છે. આ પરંપરા બની ગઈ હોય તેમ લાગતું હતું. જોકે, આ વખતે કોરોનાવાઈરસને કારણે ઈદ પર સલમાનની ફિલ્મ રિલીઝ થવાની નથી. આ વર્ષે ઈદ પર સલમાન ખાનની ફિલ્મ ‘રાધેઃ યોર મોસ્ટ વોન્ડેટ ભાઈ’ રિલીઝ થવાની હતી. જોકે, આ ફિલ્મનું હજી શૂટિંગ બાકી છે. જોકે, ફિલ્મ રિલીઝ ના થવાથી સલમાનના ચાહકોએ નિરાશ થવાની જરૂર નથી. સલમાન ખાન ઈદ પર એક સ્પેશિયલ સોંગ રિલીઝ કરવાનો હોવાની ચર્ચા છે.

2009થી દર વર્ષે ઈદ પર ફિલ્મ રિલીઝ થાય છે
વર્ષ 2013ને બાદ કરતાં 2009થી સલમાનની ફિલ્મ ઈદ પર રિલીઝ થતી હોય છે.

ફિલ્મનું નામરિલીઝ યર
વોન્ટેડ2009
દબંગ2010
બોડીગાર્ડ2011
એક થા ટાઈગર2012
કિક2014
બજરંગી ભાઈજાન2015
સુલ્તાન2016
ટ્યૂબલાઈટ2017
રેસ 32018
ભારત2019

સલમાનના બે ગીત રિલીઝ થઈ ચૂક્યા છે
લૉકડાઉન દરમિયાન સલમાને પોતાના બે સોંગ્સ રિલીઝ કર્યાં છે, જેમાં પહેલું સોંગ ‘પ્યાર કરોના’ તથા બીજું સોંગ ‘તેરે બિના’ છે. ‘પ્યાર કરોના’માં સલમાન ખાન કોરોનાવાઈરસ સામે સાવચેતી રાખવાનું તથા જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાની અપીલ કરે છે. આ ગીત સલમાને તથા હુસૈન દલાલે સાથે મળીને લખ્યું છે. આ ગીત સલમાને જ ગાયું છે. ગીતને સાજીદ-વાજીદે કમ્પોઝ્ડ કર્યું છે. ‘તેરે બિના’ની વાત કરવામાં આવે તો આ ગીતમાં સલમાનની સાથે જેકલીન ફર્નાન્ડિઝ છે. આ ગીતને અજય ભાટિયાએ કમ્પોઝ કર્યું છે. શબ્બીર અહમેદે ગીત લખ્યું છે. આ ગીત પણ સલમાને જ ગાયું છે. આ ગીત સલમાનના પનવેલ સ્થિત ફાર્મહાઉસમાં શૂટ કરવામાં આવ્યું હતું. સલમાને આ ગીતને સૌથી સસ્તું ગણાવ્યું હતું.

સલમાને કહ્યં હતું કે સામાન્ય રીતે તેઓ સોંગ્સના શૂટિંગ પાછળ બહુ ખર્ચો કરતા હોય છે. કોસ્ચ્યુયમ, હેર, મેકઅપ તથા તૈયારીઓમાં ખાસ્સો સમય પસાર થઈ જાય છે. જોકે, આ ગીતના શૂટિંગ સમયે માત્ર ત્રણ લોકો (સલમાન, જેક્લીન, ડીઓપી (ડિરેક્ટર ઓફ ફોટોગ્રાફી) જ હતાં. પહેલી જ વારે તેણે લાઈટિંગ તથા અન્ય બાબતોની તૈયારી જાતે કરી હતી. આ અનુભવ ઘણો સારો રહ્યો હતો.

ઉલ્લેખનીય છે કે સલમાન ખાન લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું ત્યારથી પોતાના પનવેલ સ્થિત ફાર્મહાઉસમાં બહેન અર્પિતા તથા તેના પરિવાર સાથે છે. સલમાનની સાથે જેકલીન ફર્નાન્ડિઝ, લુલિયા વંતુર, વલુશ્ચા ડિસોઝા પણ છે. 60 દિવસ બાદ હાલમાં જ સલમાન ખાન પનવેલથી મુંબઈ આવ્યો હતો. અહીંયા તેણે પેરેન્ટ્સના ખબર અંતર પૂછ્યા હતાં અને પછી તે તરત જ પનવેલ જતો રહ્યો હતો.

Next Story