વર્લ્ડકપમાં છ વર્ષ બાદ ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે.

મહિલા ટી-20 વર્લ્ડકપ ક્રિકેટમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે પોતાની અંતિમ લીગ મેચ રમશે. ભારત અને ઓસ્ટ્રેલિયા બન્ને ટૂર્નામેન્ટની સેમિ ફાઇનલમાં પહોચી ગયા છે. એવામાં બન્ને ટીમો માટે આ મેચ ઔપચારિક છે. જોકે, આ મેચમાં ભારત વિરૂદ્ધ ઓસ્ટ્રેલિયાનું પલડુ ભારે છે. ટી-20 વર્લ્ડકપમાં ભારત એક વખત પણ ઓસ્ટ્રેલિયાને હરાવી શક્યુ નથી. વર્લ્ડકપમાં બન્ને ટીમ છ વર્ષ બાદ એક બીજા વિરૂદ્ધ રમશે.

વર્લ્ડકપમાં ત્રીજી વખત ટકરાશે આજે ભારત-ઓસ્ટ્રેલિયામહિલા ટી-20માં ભારત અને ઓસ્ટ્રેલિયા અત્યાર સુધી 2 વખત એક બીજા સામે ટકરાયા છે. બન્ને વખત ઓસ્ટ્રેલિયાએ બાજી મારી છે. ઓસ્ટ્રેલિયાએ ટી-20 વર્લ્ડકપમાં ભારતને પ્રથમ વખત 13 મે 2010માં ગ્રાસ આઇલેટ (વેસ્ટ ઇન્ડીઝના સેન્ટ લુસિયા)માં સાત વિકેટે હરાવ્યું હતું. તે બાદ શ્રીલંકાના ગાલેમાં 27 સપ્ટેમ્બર, 2012માં આઠ વિકેટે હરાવ્યું હતું.ભારત વિરૂદ્ધ ઓસ્ટ્રેલિયાનો સક્સેસ રેટ 79% રહેવા પામ્યો છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા ટી-20માં અત્યાર સુધી 14 વખત એક બીજા વિરૂદ્ધ રમ્યા છે. જેમાંથી ઓસ્ટ્રેલિયાએ 11માં જીત મેળવી છે જ્યારે ભારતીય ટીમ માત્ર ત્રણમાં જ ઓસ્ટ્રેલિયાને હરાવી શક્યુ છે. ભારતીય ટીમે અંતિમ વખત 31 જાન્યુઆરી 2016માં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટી-20 મુકાબલો જીત્યો હતો, ત્યારે ભારતે સિડનીમાં ઓસ્ટ્રેલિયાને 15 રને હરાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, આ વર્લ્ડકપમાં ભારતનું અત્યાર સુધીનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. તે વર્લ્ડકપમાં પ્રથમ વખત સતત ત્રણ મેચ જીતવામાં સફળ રહ્યું છે. ટૂર્નામેન્ટમાં ટોપ-10 બેટ્સમેનોની વાત કરીએ તો તેમાં ભારતના ત્રણ ખેલાડી સામેલ છે. કેપ્ટન હરમનપ્રિત કૌર 124 રન સાથે સૌથી વધુ રન બનાવનારી ભારતીય ખેલાડી છે. બીજા નંબર પર મિતાલી રાઝ છે, તેના 107 રન છે જ્યારે ત્રીજા નંબર પર જેમિમા રોડ્રિગ્જ છે, તેના 93 રન છે.

 

LEAVE A REPLY