વર્લ્ડ કપ – 2019 : મંજિલના આંગળે પહોંચીને ટીમને ઈડિયાને મળ્યો પછડાટ!

વિશ્વકપ 2019 જોરશોર થી શરૂઆત થઈ બ્રિટિશ દેશ ઇંગ્લેન્ડમાં. જે ક્રિકેટના જન્મદાતા કહેવાય છે તે જ દેશ 2019 ના ક્રિકેટ વિશ્વકપના યજમાન બન્યા. આ વિશ્વકપ ભારત માટે અતત: અંત કહી શકાય. કારણ કે જે સૌથી દાવેદાટ માણતી ટિમ હતી તે હતી ટિમ ઈન્ડિયા અને તે જ ટિમ છે ક મંજિલ સુધી પહોંચી પરંતુ મંજિલ ના પામી શકી. ભારતને કર્મી હારનો સામનો કરવો પડ્યો.
ન્યૂઝીલેન્ડ અને ભારત બંને ટિમ એક બીજા સામે ટકરાઇ ઈંગ્લેન્ડના માંચેસ્ટરમાં. મેચ હતી સેમિફાઇનલની જેના ઉપર સમગ્ર ભારત સહિત દુનિયાભરની નજર હતી. કારણ કે આ જીત વિશ્વકપ થી માત્ર એક કદમની દૂર ફાઇનલમાં વિજેતા ટીમને પહોંચાડતી. પરંતુ ટિમ ભારત બદનસીબે ત્યાં સુધી ન પહોંચી શકી. કારણ કે ન્યૂઝીલેન્ડ સામે ભારતને શરમાનક હારનો સામનો કરવો પડ્યો. સ્વાભાવિક રીતે ભારતની હાર દરેક દેશવાસી માટે આઘાતજનક હતી.
વિશ્વકપ 2019 નો પ્રારંભ થયો જેમાં જીત માટે સૌથી મોટી દાવેદાર ટિમ ઈન્ડિયા હતી. આ જ કતારમાં ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા પણ હતી. મજબૂતી થી ભારત દરેક વિરોધી ટીમને પછડાટ આપી સેમિફાઇનલ સુધી પહોંચી. પાકિસ્તાનને પણ ભારતે શર્મનાક રીતે હરાવ્યું. અને ભારત અંતે હાર્યું બ્રિટિશ ટિમ ઈંગ્લેન્ડ સામે. ઈંગ્લેન્ડ સામેની ભારતની હારે એક તરફ પાકિસ્તાન માટે સેમિફાઇનલમાં પહોંચવાની અંતિમ તક પર બ્રેક લગાવી દીધી તો બીજી તરફ ભારતની હારે ન્યૂઝીલેન્ડ માટે સેમિફાઇનલમાં પહોંચવાના રસ્તાને આસાન કરી દીધો. અને ન્યૂઝીલેન્ડ ને સેમિફાઇનલ મુકાબલામાં સામનો કરવો પડ્યો ભારતનો. શરૂઆત માં ભારત આસાનીથી જીત મેળવી લેશે તેવું અનુમાન સૌ ભરતવાસીઓ કરી રહ્યા હતા. ભારતીય બોલરોએ સારા પ્રદર્શન સાથે કિવિ બેટ્સમેનોને ઘૂંટણીયે કર્યા પરંતુ મેચ દરમિયાન વરસાદ વિઘ્ન બન્યો અને મેચ પર બ્રેક લગાવી. નિયમ પ્રમાણે મેચ માટે એક રિઝર્વ ડે રાખવામા આવ્યો. એટ્લે કે મેચ રદ થતી તો ભારત સીધું ફાઇનલમાં પહોંચી જતું. પરંતુ કિસ્મતમાં કઇંક બીજું જ હતું,. બીજા દિવસે થોભેલી ફરી મેચની શરૂઆત થઈ અને કીવીઝ માંડ 239 રનના સ્કોર સુધી પહોંચી શકી.
240 રનના લખ્યાંક સામે ભારત મેદાન પર આવ્યું અને ભારતના શરૂઆતના બેટ્સમેન એક પછી એક ક્રિઝ છોડી પેવેલિયન તરફ વળ્યા. સ્થિતિ એવી બની કે 150 રન સુધી પહોંચવા ભારતને સંઘર્ષ કરવો પડતો. પરંતુ ગુજરાતી બેટ્સમેન રવિન્દ્ર જાડેજા બેટિંગમાં આવ્યો અને મેચના પાસાને પલટી નાખ્યો. એક સમયે ભારતને ચ્હે ક જીતની નજીક લાવી દીધું. ધોની અને જાડેજાની પ્રશંશનીય બેટિંગે ભારતને 221 રન સુધી પહોંચડ્યું અને ભારત ઓલ આઉટ થઈ ગયું.
ભારતનો આ પરાજય ચોક્કસ શર્મનાક કહી શકાય પરંતુ ટીમના સંઘર્ષના ખરેખર દાદ આપવી પડે. અને શરમાનક જે કહેવાય તે અમુક ભારતીયની માનસિકતાને. કારણ કે કેટલાક ભારતીય અને તે પણ દેશના સ્વર્ગ સમાન જમ્મુ કશ્મીરની ઘાટિના. પહેલા પાકિસ્તાન સમર્થનના નારા અને હવે ભારતની હાર પર જશ્ન. જી આવા દેશદ્રોહીઓ અને ગદ્દારોએ એક તરફ હાર થી સમગ્ર દેશ આઘાતજનક પરિસ્થિતીમાં હતો. ત્યાં આવા નામક હરામ ભારતની હાર પર આતિશબાજી સાથે જશ્ન મનાવતા જોવા મળ્યા. અને આ ભારતીય એજ જેમને ભારતીય ન કહી શકાય કારણ કે આવા લોકો પાકિસ્તાન પ્રેમી નારા લગાવે છે. અને દેશદ્રોહી કહી શકાય તેવા હુરરિયાત નેતા અને તહરિકે હુર્રિયતના ચેરમેન સૈયદ ગિલાની. પાકિસ્તાન પરસ્ત અને આતંક ફેલાવનારા આવા લોકોને સરકાર સબક શીખવાડે તે ખૂબ જ જરૂરી છે.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
ભરૂચ: વર્ષોથી પગે ચાલવામાં અસમર્થ વૃદ્ધો જાતે થયા ચાલતા,જુઓ કોણે...
27 Jun 2022 11:03 AM GMTભરૂચ: કોરોનાના ગ્રહણ બાદ ૩ સ્થળોએથી નીકળશે ભગવાન જગન્નાથની...
27 Jun 2022 10:46 AM GMTભરૂચ: ભાજપ સરકારની પ્રજા વિરોધી નીતિ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસનું...
27 Jun 2022 10:03 AM GMTવડોદરા : શહેર કોંગ્રેસને ધરણા યોજવા લીલીઝંડી ન મળતા ગાંધી ગૃહ ખાતે...
27 Jun 2022 9:47 AM GMTવડોદરા: આપના કોર્પોરેટર અને કાર્યકરોને પોલીસ ખોટી રીતે હેરાન કરતી...
27 Jun 2022 9:01 AM GMT