• દુનિયા
વધુ

  “વર્લ્ડ ડાયાબિટીસ ડે” : ગળપણથી નહીં, જીવનશૈલીની અનિયમિતતાને કારણે થતો રોગ “મધુપ્રમેહ”

  Must Read

  PM મોદીની મુલાકાત બાદ રસીને લઈને મોટા સમાચાર, કોવિશીલ્ડ વૅક્સિનને લઈને પૂનાવાલાનું મોટું નિવેદન

  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે અમદાવાદ, હૈદરાબાદ અને પુણેમાં બની રહેલી વેક્સિનનું નિરિક્ષણ કર્યું હતું. મોદીના વેક્સિન ટૂર...

  ભરૂચ : માંડવા પાટીયા પાસે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત, પાંચ લોકોનો થયો બચાવ

  અંકલેશ્વરની હદમાંથી પસાર થતાં નેશનલ હાઇવે નંબર 48 ઉપર આવેલાં માંડવા પાટીયા પાસે  ત્રણ વાહનો વચ્ચે અકસ્માત...

  વડોદરા : કોરોનાને રોકવા માટે ચ્હાની લારી ચલાવતા યુવાનનો અનોખો પ્રયાસ, જુઓ ચ્હા સાથે ગ્રાહકોને શું આપે છે મફત..!

  સમગ્ર રાજ્યમાં દિવાળી બાદ કોરોના મહામારીએ માથું ઉંચક્યું છે, ત્યારે દિન પ્રતિદિન કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો જોવા મળી છે. તેવામાં વડોદરા શહેરના માંડવી-ચાંપાનેર...

  દર વર્ષે તા. 14મી નવેમ્બરે ફ્રેડરિક બેનટીંગના જન્મદિવસને વર્લ્ડ ડાયાબિટીસ ડે તરીકે પણ ઉજવવામાં આવે છે. વર્ષ 1922માં 2 વૈજ્ઞાનિકોએ ઇન્સ્યુલિનની શોધ કરી હતી, તેમાંના એક વૈજ્ઞાનિક ફ્રેડરિક બેનટીંગ હતા. તેમની સ્મૃતિમાં વર્ષ 1991થી જન્મશતાબ્દીએ WHO (WORLD HEALTH ORGANISATION) અને IDF (INTERNATINAL DIABETES FEDERATION) દ્વારા વર્લ્ડ ડાયાબિટીસ ડે ઉજવવાનું શરૂ કર્યું હતું. જેનો હેતુ લોકો વચ્ચે ડાયાબિટીસ વિષે જાગૃતતા લાવવાનો છે.

  ડાયાબિટીસ એ એક lifestyle ડીસઓર્ડર છે જે જીવનશૈલીની અનિયમિતતાને કારણે થતો રોગ છે. ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં જોઇએ તો આપણા રાજ્યમાં પણ ડાયાબિટીસના ઘણાં દર્દીઓ જોવા મળે છે. ગુજરાતીઓ ઘણા ખાવાપીવાના શોખીન હોવાથી વિશેષ કરીને મધુર વસ્તુ ગુજરાતીઓની પ્રિય હોય છે. ઉપરાંત ગુજરાતીઓ બિઝનેસ કોમ્યુનિટી તરીકે ઓળખાય છે.

  ઉપરાંત ધંધાકીય સ્ટ્રેસ પણ હોવાથી પરિણામે લોકોમાં ડાયાબિટીસનું પ્રમાણ ખૂબ જ ઝડપી વધી રહ્યું છે. જે કારણોસર વહેલી તકે ડાયાબિટીસની તપાસ કરાવી ખુબ જ જરૂરી બને છે. જેમાં fasting blood glucose એટલે કે, ભૂખ્યા પેટે લોહીમાં સુગરની તપાસ, postprandial blood glucose એટલે કે, જમ્યા પછી લોહીમાં ગ્લુકોઝની તપાસ, random blood sugar જેવા લોહીના પરીક્ષણથી ડાયાબિટીસનું નિદાન કરી શકાય છે. ઉપરાંત HBA1C એટલે કે, glycosylated hemoglobin જેવા પરીક્ષણથી ત્રણ માસની સરેરાશ blood glucoseની તપાસ પણ કરી શકાય છે. ડાયાબિટીસના મુખ્યત્વે 2 પ્રકાર જોવા મળતા હોય છે.

  જેમાં ઈન્સ્યુલીન ડિપેન્ડન્ટ diabetes mellitus અને નોન insulin dependent diabetes mellitus હોય છે. આપણા શરીરમાં પેનક્રિયાસ નામનું અવયવો હોય છે કે, જેમાંથી ઇન્સ્યુલિનનું અંતઃ સ્ત્રાવ રિલીઝ થતો હોય છે આ ઇન્સ્યુલિન blood glucoseને કંટ્રોલમાં રાખતાં હોય છે, જે અવસ્થામાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન ઓછું થઈ જાય તેને સામાન્ય રીતે આપણે ટાઈપ વન એટલે કે, iddm તરીકે ઓળખાય છે. જ્યારે એવી પણ અવસ્થા છે કે, જેમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન તો યોગ્ય માત્રામાં થાય છે,પરંતુ શરીરના સેલ્સ એટલે કે, કોષ સાથે તે બરાબર જોડી નથી શકાતું, તેને type 2 એટલે કે, નોન ઈન્સ્યુલીન ડિપેન્ડન્ટ diabetes mellitus તરીકે ઓળખવામાં આવે છે. આયુર્વેદ અને ડાયાબિટીસ ડાયાબિટીસને આયુર્વેદમાં મધુમેહ રોગ તરીકે ઓળખાય છે. જેનું મુખ્ય નિદાન આસ્ય સુખમ સ્વપ્ન સુખમ હાસ્ય એટલે બેઠાડું જીવનશૈલી પસંદ કરવાવાળા લોકો અને વધુ પડતી નિદ્રાનું સેવન કરવાવાળા લોકો ઉપરાંત જે લોકો દૂધ કે દૂધની બનાવટોનો, નવા ધાન્યનો, પિષ્ટ અન્ન એટલે કે મેંદાની બનાવટો વધુ પ્રમાણમાં ઉપયોગ કરે છે, તેવા લોકોને આ મધુમેહ રોગ થાય છે.

  આયુર્વેદમાં ડાયાબિટીસની એટલે કે, મધુમેહની ચિકિત્સા જો વહેલી તકે શરૂ કરવામાં આવે તો તેને ચોક્કસપણે મટાડી શકાય છે. આ મધુમેહને રોગમાં વિવિધ ઔષધો જેવાકે ગળો, આમળા, હળદળ, લીમડો, મેથી, કારેલા, શીલાજીત, વિજયસાર, ગોખરુ, ઉપરાંત ઔષધીયયોગો જેવા કે ચંદ્રપ્રભાવટી, મામેજવા ઘનવટી, ત્રિફળા ચૂર્ણ, રસાયન ચૂર્ણ, વસંતકુસુમાકર રસ જેવાં ઔષધો વૈદ્યની સલાહ અનુસાર લઈએ તો ડાયાબિટીસને ચોક્કસપણે મટાડી શકાય છે અથવા કાબૂમાં રાખી શકાય છે. માત્ર ઔષધોથી જ ડાયાબિટીસ મટી જશે એવું નથી, ડાયાબિટીસ એક લાઈફ સ્ટાઈલ ડિસીઝ છે.

  મતલબ આપણી જીવનશૈલીમાં બદલાવ લાવો ખૂબ જ જરૂરી છે તેમાં દવાની સાથે તેટલું જ મહત્વ પરેજીનું પણ છે, કસરતનું પણ છે. તેથી ખોરાકમાં ઘઉની જગ્યાએ જઉ લેવા વધુ હિતાવહ છે, એક વર્ષ જૂના ચોખા ખાવાથી ડાયાબીટીસને કાબુમાં રાખી શકાય છે, કપાસિયા સનફ્લાવર કે rice bran oilની જગ્યાએ જો સરસિયાનું તેલ અથવા તલનું તેલ લેવામાં આવે તો ડાયાબિટીસ ઉપર જલ્દીથી કાબૂ મેળવી શકાય છે. ખોરાકમાં દૂધ કે દૂધની બનાવટ, ગોળ, મેંદાની વસ્તુઓ, નવું ધાન્ય વગેરેનો ત્યાગ કરવો હિતાવહ છે. ઉપરાંત નિયમિત કસરત કરવી ખૂબ જરૂરી છે. ડાયાબિટીસને મટાડવા માટે આયુર્વેદમાં કુવા ખોદવાનું કહ્યુ છે. અર્થાત ખૂબ જ પરિશ્રમ કરવો જરૂરી છે. એટલે કે, નિયમિત આપણે કસરત કરવી જોઈએ ઉપરાંત ઊંઘ પણ યોગ્ય પ્રમાણમાં લેવી ખૂબ જરૂરી છે.

  સ્ટ્રેસથી પણ ડાયાબિટીસ ઉપર કાબુ મેળવવો મુશ્કેલ હોય છે. તેથી જેટલી બને તેટલી ચિંતાનો ત્યાગ કરવો જોઈએ તથા યોગ અને પ્રાણાયામ કરવા જોઈએ. દર વર્ષે આપણે નવા વર્ષે કોઈક રિઝોલ્યુશન લેતા હોય છે. તો આ દિવાળીના પર્વે આપણે ડાયાબિટીસને કાબુમાં રાખવાનું રીઝોલ્યુશન લઈએ કે, જેમાં આપણે સૌ નિયમિત ઓછામાં ઓછી દૈનિક 30 મિનિટ કસરત કરવાનું રિઝોલ્યુશન લઈએ ખોરાક ઉપર કાબુ રાખવાનું રિઝોલ્યુશન લઈએ અને ખાસ કરીને નાના બાળકો કે, જેઓ ને મોબાઈલ, ટીવી અને કોમ્પ્યુટરની લત પડી ગઈ છે. દિવસના કલાકો તેઓ મોબાઈલ પાછળ વ્યતીત કરે છે. તો તેમને મોબાઈલ છોડાવી આઉટડોર એક્ટિવીટી ગેમ્સ માટે પ્રેરિત કરવા, દિવસમાં એક વાર લિફ્ટ ન વાપરી પગથિયાનો ઉપયોગ કરવો, વોકિંગ શરૂ કરીએ, જેથી આવનારા સમયમાં આપણે ડાયાબિટીસને વધતો અટકાવી શકીએ તેમ છે.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here

  Latest News

  PM મોદીની મુલાકાત બાદ રસીને લઈને મોટા સમાચાર, કોવિશીલ્ડ વૅક્સિનને લઈને પૂનાવાલાનું મોટું નિવેદન

  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે અમદાવાદ, હૈદરાબાદ અને પુણેમાં બની રહેલી વેક્સિનનું નિરિક્ષણ કર્યું હતું. મોદીના વેક્સિન ટૂર...
  video

  ભરૂચ : માંડવા પાટીયા પાસે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત, પાંચ લોકોનો થયો બચાવ

  અંકલેશ્વરની હદમાંથી પસાર થતાં નેશનલ હાઇવે નંબર 48 ઉપર આવેલાં માંડવા પાટીયા પાસે  ત્રણ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બે ટ્રક વચ્ચે...
  video

  વડોદરા : કોરોનાને રોકવા માટે ચ્હાની લારી ચલાવતા યુવાનનો અનોખો પ્રયાસ, જુઓ ચ્હા સાથે ગ્રાહકોને શું આપે છે મફત..!

  સમગ્ર રાજ્યમાં દિવાળી બાદ કોરોના મહામારીએ માથું ઉંચક્યું છે, ત્યારે દિન પ્રતિદિન કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો જોવા મળી છે. તેવામાં વડોદરા શહેરના માંડવી-ચાંપાનેર દરવાજા રોડ ઉપર ચ્હાની લારી...

  ખેડૂત પ્રદર્શન : સિંધુ બોર્ડર પર જ વિરોધ કરશે ખેડૂતો, બેઠકમાં લીધો નિર્ણય

  સિંઘુ સરહદ પર જામી રહેલા ખેડુતોએ નિર્ણય લીધો છે કે તેઓ અહીં વિરોધ પ્રદર્શન કરશે અને બીજે ક્યાંય નહીં જાય.શનિવારે રસ્તા પર...

  વડોદરા : કોરોનાની ગાઈડલાઇનનું ઉલ્લંઘન કરનાર મોલ કરાયા સીલ

  વડોદરા શહેરમાં કોરોનાના વધી રહેલા ચિંતાજનક કેસોનો વધારો થયો છે. કોરોના સંક્રમણને રોકવા માટે વડોદરા મહાનગર સેવા સદન અને પોલીસ તંત્રની બનાવવામાં...

  More Articles Like This

  - Advertisement -