Connect Gujarat
ગુજરાત

વર્લ્ડ હેરિટેજ ડે વિશ્વભરમાં ઉજવાશે ત્યારે કચ્છમાં આવેલ અનેક હેરિટેજ સ્થાપત્યો બિસ્માર હાલતમાં

વર્લ્ડ હેરિટેજ ડે વિશ્વભરમાં ઉજવાશે ત્યારે કચ્છમાં આવેલ અનેક હેરિટેજ સ્થાપત્યો બિસ્માર હાલતમાં
X

કચ્છએ રાજાશાહી સમયનો ઐતિહાસિક જિલ્લો છે અહીં અનેક પ્રાચીન સ્થાપત્યો, ઐતિહાસિક ઇમારતો, રક્ષિત સ્મારકો આવેલા છે. આવતીકાલે વર્લ્ડ હેરિટેજ ડે વિશ્વભરમાં ઉજવાશે ત્યારે કચ્છમાં આવેલ અનેક હેરિટેજ સ્થાપત્યો બિસ્માર હાલતમાં છે તે એક હકીકત છે.

ભુજની જો વાત કરીએ તો અહીં પ્રાગ મહેલ અને આઈના મહેલ આવેલા છે હેરિટેજ ની દ્રષ્ટિએ બેનમૂન ઇમારત છે પણ યોગ્ય જાળવણીના અભાવે અહીં સ્થાપત્યો જર્જરિત થઈ રહ્યા છે નરેન્દ્ર મોદી પર બનાવાયેલી ફિલ્મ તેમજ લગાન ફિલ્મ સહિતની ફિલ્મોનુ અહીં શૂટિંગ થયું છે. તો રાજાશાહી સમયનું છતરડી તળાવ આવેલું છે હાલમાં સ્ટાર પલ્સ ટીવી પર પ્રકાશિત થતી સિરિયલ યે રિશતે હે પ્યાર કે નું અહીં શૂટિંગ થયું છે તેમજ દિલ દે ચુકે સનમ જેવી હિટ ફિલ્મો અહીં અનુભવાઈ છે.

ભુજમાં બીજા હેરિટેજ સ્થાપત્યો ની જો વાત કરીએ તો ,ફતેહમામદ નો ખોરડો , રામ કુંડ , દરબાર ગઢ , પાંચ નાકા , ભુજીયો ડુંગર , કાળો ડુંગર આવેલા છે તો માંડવીમાં આવેલ વિજય વિલાસ પેલેસ પ્રવાસીઓની પ્રથમ પસંદગી છે લખપતમાં કિલ્લો આવેલો છે.તો અબડાસા પણ હેરીટેજ સ્થાપત્યો ધરાવે છે.આ તરફ વાગડ માં ધોળાવીરા હડપ્પીય સંસ્કૃતિનું ઉદાહરણ છે...અંજાર ઐતિહાસિક શહેર તરીકે ઓળખાય છે.સમગ્ર રીતે ક્ચ્છ જિલ્લામાં અનેક હેરિટેજ ઇમારતો , પ્રાચીન વારસાઓ આવેલા છે.

જેથી પ્રવાસીઓનો અહીં ધસારો રહેતો હોય છે પરંતુ અહીં આવેલા પ્રાચીન સ્મારકોની કોઈ સંભાળ લેવાતી નથી પુરાતત્વ વિભાગ માત્ર બોર્ડ લગાવવા પૂરતી જ કામગીરી કરે છે.માત્ર વિશ્વ હેરિટેજ ડે ના દિવસે શાસકો ફોટા પડાવી એના સિવાય આ ઇમારત ના વિકાસ માટે કે સમારકામ માટે કોઈ પગલાં ભરતા નથી જે હકીકત છે

Next Story