Connect Gujarat
દુનિયા

વિશ્વ મહિલા દિવસે રમાશે, India Vs Australia મહિલા ટી -20 વિશ્વકપની ફાઇનલ

વિશ્વ મહિલા દિવસે રમાશે,  India Vs Australia મહિલા ટી -20 વિશ્વકપની  ફાઇનલ
X

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આઇસીસી મહિલા ટી -20 વર્લ્ડ કપ 2020 ની અંતિમ મેચ થોડા કલાકો બાદ રમાશે. ભારતીય ટીમ ચાર વખત ચેમ્પિયન બનેલી ઓસ્ટ્રેલિયા ટીમની સામે પ્રથમ વખત ટી 20 વર્લ્ડ કપ જીતવાના ઇરાદાથી મેદાનમાં ઉતરશે. યજમાન ટીમ ઓસ્ટ્રેલિયા તેની ધરતી પર મજબૂત છે, પરંતુ અગાઉ શરૂઆતની મેચમાં ભારતીય ટીમે કાંગારૂ ટીમને પરાજિત કરી અને તેનું મનોબળ તોડી નાખ્યું હતું.

ઓસ્ટ્રેલિયાના

મેલબોર્નમાં આજે રમાનારી મહિલાઓની આઈસીસી ટી-20 વિશ્વકપ

ક્રિકેટ સ્પર્ધાની ફાઈનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો થશે. આ મેચ ભારતીય

સમય મુજબ બપોરના સાડા બારથી રમાશે. ભારતે સ્પર્ધાની અત્યાર સુધીની બધી જ મેચોમાં

વિજય મેળવ્યો હતો અને ગ્રૂપ સ્તરની મેચોમાં સૌથી વધુ અંકે સાથે મોખરાનું સ્થાન

મેળવ્યું છે. સ્પર્ધાની ઈંગ્લેન્ડ સામેની સેમિફાઈનલ મેચ વરસાદના કારણે રમી શકાઈ ન

હોતી, આમ છતાં ગ્રૂપ સ્તરની મેચોમાં સૌથી વધુ

અંકો હોવાથી ભારતે સ્પર્ધાની ફાઈલનમાં પ્રવેશ કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર

મોદીએ સ્પર્ધાની ફાઈનલ માટે ભારત અને ઓસ્ટ્રેલિયાની ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી છે.

Next Story