Connect Gujarat
દુનિયા

તુર્કીમાં બે અલગ-અલગ માર્ગ અકસ્માતમાં 32ના મોત.!

તુર્કીમાં શનિવારે બે અલગ-અલગ માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા 32 લોકોના મોત થયા છે. પહેલો અકસ્માત ગાઝિયાંટેપમાં થયો હતો.

તુર્કીમાં બે અલગ-અલગ માર્ગ અકસ્માતમાં 32ના મોત.!
X

તુર્કીમાં શનિવારે બે અલગ-અલગ માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા 32 લોકોના મોત થયા છે. પહેલો અકસ્માત ગાઝિયાંટેપમાં થયો હતો. આ અકસ્માતમાં પત્રકારોને લઈ જતી બસને પેસેન્જર બસે ટક્કર મારી હતી. આ ઘટનામાં 16 લોકોના મોત થયા હતા જ્યારે 20 લોકો ઘાયલ થયા હતા. બીજી તરફ બીજો અકસ્માત મર્દિનના ડેરિક જિલ્લામાં થયો હતો. જ્યાં એક બેકાબૂ ટ્રકે ભીડને કચડી નાંખી હતી. આ અકસ્માતમાં 16 લોકોના મોત થયા છે જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Next Story