Connect Gujarat
દુનિયા

ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાના ભૂકંપનાં આંચકા, સુનામીનું ઍલર્ટ જાહેર

ઈન્ડોનેશિયામાં મંગળવારે જોરદાર ભૂકંપનાં આંચકા આવ્યા છે, જે બાદ સુનામીની ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે.

ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાના ભૂકંપનાં આંચકા, સુનામીનું ઍલર્ટ જાહેર
X

ઈન્ડોનેશિયામાં મંગળવારે જોરદાર ભૂકંપનાં આંચકા આવ્યા છે, જે બાદ સુનામીની ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે. ઈન્ડોનેશિયાનાં નુસા તેંગારામાં 7.5ની તીવ્રતાના આંચકા આવ્યા જે બાદ સુનામીની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ધરતીનાં પાંચ કિમી અંદર ભૂકંપનું કેન્દ્રબિંદુ હતું. પેસિફિક સુનામી ચેતવણી કેન્દ્રએ ચેતવણી જાહેર કરતાં કહ્યું છે કે 1000 કિમી સુધી સમુદ્ર તટ પર ભયાનક લહેરો ઊઠવાની સંભાવના છે. ભૂકંપનાં કારણે નુકસાન થયું હોય તેવા લોકોની સંખ્યા હાલ તો ઓછી છે. જોકે સુનામી અને ભૂસ્ખલનનો ખતરો પેદા થઈ ગયો છે. આ પહેલા શુક્રવારે જ આ દેશના સુમાત્રા દ્વીપ પર 6.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નોંધનીય છે કે ઈન્ડોનેશિયામાં અવાર નવાર ભૂકંપ આવ્યા કરે છે. નોંધનીય છે કે ઈન્ડોનેશિયા દેશ પેસિફિક મહાસાગરનાં રિંગ ઓફ ફાયર પર આવેલું છે, આ જ કારણ છે કે અહિયાં અવારનવાર ભૂકંપનાં આંચકા આવતા જ હોય છે . અહીની પ્લેટોમાં અવાર નવાર ફેરબદલ થાય છે, 2004માં ઈન્ડોનેશિયામાં જબરદસ્ત ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા 9.1 નોંધાઈ હતી. આ ભૂકંપ બાદ આખા દક્ષિણ એશિયામાં સુનામી આવી હતી અને 2.2 લાખ લોકોનાં મોત થયા હતા. એકલા ઈન્ડોનેશિયામાં જ 1.7 લાખ લોકોએ જીવ ગુમાવ્યો હતો.

Next Story