Connect Gujarat
દુનિયા

ઉત્તરી અફઘાનિસ્તાનની મસ્જિદમાં થયો બોમ્બ બ્લાસ્ટ, 100 લોકોના મોત

ઉત્તરી અફઘાનિસ્તાનની એક મસ્જિદમાં શુક્રવારે એક શક્તિશાળી બોમ્બ બ્લાસ્ટ થયો હતો. જેમાં 100 લોકોના મોત થયા છે.

ઉત્તરી અફઘાનિસ્તાનની મસ્જિદમાં થયો બોમ્બ બ્લાસ્ટ, 100 લોકોના મોત
X

ઉત્તરી અફઘાનિસ્તાનની એક મસ્જિદમાં શુક્રવારે એક શક્તિશાળી બોમ્બ બ્લાસ્ટ થયો હતો. જેમાં 100 લોકોના મોત થયા છે. સ્થાનિક હોસ્પિટલના ડોક્ટર્સે જણાવ્યું કે અમારે ત્યાં 35 લાશ અને 50થી વધારે ઇજાગ્રસ્ત લોકો આવ્યા છે. જ્યારે ડોક્ટર્સ વિદાઉટ બોડર્સની એક હોસ્પિટલમાં લગભગ 15 લાશ પહોંચી છે. શુક્રવારની સાપ્તાહિક નમાજ દરમિયાન કુંદુજ પ્રાંતની એક શિયા મસ્જિદમાં વિસ્ફોટ થયો હતો. પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે જ્યારે નમાજ કરી રહ્યા હતા ત્યારે તેમણે વિસ્ફોટનો અવાજ સાંભળ્યો હતો.

તાલિબાનના પ્રવક્તા જબીઉલ્લાહ મુજાહિદે જણાવ્યું કે કુંદુજ પ્રાંતની રાજધાની બાંદરના ખાન અબાદ કસ્બામાં આ ધમાકો થયો છે. આ હુમલાની હજુ સુધી કોઇએ જવાબદારી લીધી નથી.

તમને જણાવી દઈએ કે તાલિબાનના અફઘાનિસ્તાન પર કબજા પછી દેશમાં આઈએસઆઈએસ-ખુરાસાન (ISIS-K)સક્રિય થઇ ગયું છે. તાલિબાનને નિશાન બનાવી હુમલા વધારી દીધા છે. ઇસ્લામિક સ્ટેટનું ખુરાસાન શાખા પર પ્રભુત્વ અફઘાનિસ્તાનના પૂર્વી પ્રાંત નંગરહારમાં છે. તે તાલિબાનને પોતાનો દુશ્મન માને છે. તેણે આ પહેલા તાલિબાન પર થયેલા હુમલાની જવાબદારી લીધી છે. જેમાં જલાલાબાદમાં તાલિબાન લડાકોની ગાડી પર હુમલો પણ સામેલ છે.

Next Story