Connect Gujarat
દુનિયા

બાંગ્લાદેશમાં કન્ટેનર ડેપોમાં આગ લાગવાથી 43ના મોત, 500 ઘાયલ,જાણો કઈ રીતે બની ઘટના..?

બાંગ્લાદેશમાં એક ઇનલેન્ડ કન્ટેનર ડેપોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જેના કારણે 43 લોકોના મોત થયા છે. જ્યારે 500થી વધુ લોકો ઘાયલ થયા છે.

બાંગ્લાદેશમાં કન્ટેનર ડેપોમાં આગ લાગવાથી 43ના મોત, 500 ઘાયલ,જાણો કઈ રીતે બની ઘટના..?
X

દક્ષિણ-પૂર્વ બાંગ્લાદેશમાં એક ઇનલેન્ડ કન્ટેનર ડેપોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જેના કારણે 43 લોકોના મોત થયા છે. જ્યારે 500થી વધુ લોકો ઘાયલ થયા છે. અધિકારીઓએ રવિવારે આ જાણકારી આપી. તેઓએ જણાવ્યું હતું કે, શનિવારે રાત્રે આ અકસ્માત થયો હતો જ્યારે બંદરીય શહેર ચિત્તાગોંગથી 40 કિમી (25 માઇલ) દૂર સીતાકુંડમાં એક કન્ટેનરમાં આગ લાગી હતી.


અગ્નિશામકો હજુ પણ આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું હતું કે વિસ્ફોટ એટલો જોરદાર હતો કે નજીકના ઘરોની બારીઓના કાચ તૂટી ગયા હતા. ચટગાંવના સિવિલ સર્જન મોહમ્મદ ઇલ્યાસ હુસૈને જણાવ્યું હતું કે વિસ્ફોટમાં મૃત્યુઆંક વધી શકે છે કારણ કે કેટલાક ઘાયલોની હાલત ગંભીર છે. તેમણે કહ્યું કે ઘાયલોમાં અગ્નિશામક અને પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે.

તેમણે જિલ્લાના તમામ તબીબોને પરિસ્થિતિનો સામનો કરવામાં મદદ કરવા વિનંતી કરી અને તાત્કાલિક રક્તદાન માટે હાકલ કરી. આગ કયા કારણોસર લાગી તે હજુ સ્પષ્ટ થયું નથી. ફાયર સર્વિસના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમને શંકા છે કે આગ હાઇડ્રોજન પેરોક્સાઇડના કન્ટેનરમાંથી શરૂ થઈ હશે અને ટૂંક સમયમાં અન્ય કન્ટેનરમાં ફેલાઈ ગઈ હશે. તમને જણાવી દઈએ કે, 2020માં પણ ચિટગોંગના પટેંગા વિસ્તારમાં એક કન્ટેનર ડેપોમાં તેલની ટાંકીમાં વિસ્ફોટ થયો હતો, જેમાં ત્રણ લોકોના મોત થયા હતા.

Next Story