Connect Gujarat
દુનિયા

અફઘાનિસ્તાનના કુંદુજ પ્રાંતમાં થયો મોટો બ્લાસ્ટ; 50 લોકોના મોત, અનેક થયા ઘાયલ

અકસ્માતમાં 50 જેટલા લોકોના મોત થયા છે, જ્યારે ઘણા અન્ય લોકો ઘાયલ થયા છે.

અફઘાનિસ્તાનના કુંદુજ પ્રાંતમાં થયો મોટો બ્લાસ્ટ; 50 લોકોના મોત, અનેક થયા ઘાયલ
X

અફઘાનિસ્તાનના કુંદુજ પ્રાંતમાં શુક્રવારે મોટો બ્લાસ્ટ થયો. આ અકસ્માતમાં અંદાજે 50 જેટલા લોકોના મોત થયા છે, જ્યારે ઘણા અન્ય લોકો ઘાયલ થયા છે. સ્થાનિક વહિવટીતંત્રના અનુસાર આ બ્લાસ્ટ એક મસ્જિદ પાસે થયો છે. અફઘાનિસ્તાનના કુંદુજ પ્રાંતમાં શુક્રવારે મોટો બ્લાસ્ટ થયો. આ અકસ્માતમાં 50 જેટલા લોકોના મોત થયા છે, જ્યારે ઘણા અન્ય લોકો ઘાયલ થયા છે. સ્થાનિક વહિવટીતંત્રના અનુસાર આ બ્લાસ્ટ એક મસ્જિદ પાસે થયો છે. હાલ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવી રહ્યા છે.

આ પહેલાં પણ 3 ઓક્ટોબરના રોજ કાબુલમાં એક મસ્જિદની બહાર ઘાતક વિસ્ફોટ થયો હતો, જેમાં 5 સામાન્ય નાગરિકોના મોત થયા હતા. તાલિબાનના અધિકારીએ જણાવ્યું કે આ લોકો સંગઠન પ્રવક્તા જબીહુલ્લા મુજાહિદની માતાના મોત બાદ શોક વ્યક્ત કરવા માટે મસ્જિદમાં એકઠા થયા હતા. આમ તો કોઇએ હુમલાની જવાબદારી સ્વિકારી નથી. પરંતુ શંકા ઇસ્લામિક સ્ટેટ સમૂહ પર છે, જેણે ઓગસ્ટમાં કાબુલમાં તાલિબાનના કબજા બાદ તેના વિરૂદ્ધ હુમલો તેજ કરી દીધો છે.

Next Story