Connect Gujarat
દુનિયા

વિદેશમાં ભારતનો ડંકો, અમદાવાદમાં રહેતી યુવતી અમેરિકામાં બની 'જજ'

જાનકી શર્મા રામ ચરિત માનસ પર હાથ મૂકીને જાનકી શર્મા શપથ લઈને અમેરિકામાં ભારત દેશનું નામ કર્યું છે. જાનકી શર્માનો અમદાવાદ સાથે પણ નાતો જોડાયેલો છે.

વિદેશમાં ભારતનો ડંકો, અમદાવાદમાં રહેતી યુવતી અમેરિકામાં બની જજ
X

વિદેશની ધરતી પર ભારતની વધુ એક દીકરીએ ભારત દેશનું નામ રોશન કર્યું છે. જાનકી વિશ્વમોહન શર્મા જે ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં શ્રી રામ દરબાર પરિવારમાં જન્મેલી ભારતીય મહિલા છે. જેણે અમેરિકામાં સાતમાં ન્યાયિક સર્કિટમાં કાયમી મેજિસ્ટ્રેટ જજ તરીકે શપથ લીધા છે.

જાનકી શર્મા રામ ચરિત માનસ પર હાથ મૂકીને જાનકી શર્મા શપથ લઈને અમેરિકામાં ભારત દેશનું નામ કર્યું છે. જાનકી શર્માનો અમદાવાદ સાથે પણ નાતો જોડાયેલો છે.જાનકી શર્માના દાદા બ્રહ્મર્ષિ પંડિત જગમોહન જી મહારાજ એક સમર્પિત રામાયણ ગાયક હતા. મારા પિતા પંડિત વિશ્વમોહન જી મહારાજ પણ રામાયણ ના ગાયક હોવાથી જાનકી નાનપણથી જ રામાયણના પાઠ શીખીને મોટી થઈ છે. જાનકી 1993થી રામાયણના પાઠ કરે છે. રામાયણ પ્રત્યે વિશેષ લગાવ હોવાથી તેણે રામાયણ ઉપર હાથ રાખીને શપથ લીધા હતા.ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં જાનકી નું બાળપણ વીત્યું છે. અને મુઝફ્ફરનગરમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું છે. પરંતુ 1995માં માતા-પિતા અને ભાઈ બહેન સાથે અમદાવાદ આવી ગયા હતા.અમદાવાદમાં જાનકીએ ધોરણ-8 થી ધોરણ-12નો અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને 2001માં જાનકી અમેરિકા ગઈ હતી.અને સખત મહેનત બાદ જાનકી અમેરિકામાં જજ બની છે.

Next Story