Connect Gujarat
દુનિયા

અફઘાનિસ્તાન: નમાઝ દરમ્યાન મસ્જિદમાં બ્લાસ્ટ, 3 લોકોના મોત-12 ઈજાગ્રસ્ત

વિસ્ફોટમાં સ્થાનિક મૌલવી સહિત ઓછામાં ઓછા 12 લોકો ઘાયલ થયા છે. આ ઘટનામાં ઘણા લોકોના મોત થયા હોવાના અહેવાલ છે.

અફઘાનિસ્તાન: નમાઝ દરમ્યાન મસ્જિદમાં બ્લાસ્ટ, 3 લોકોના મોત-12 ઈજાગ્રસ્ત
X

અફઘાનિસ્તાનના પૂર્વમાં આવેલા નંગરહાર પ્રાંતના સ્પિન ઘરવિસ્તારમાં શુક્રવારની નમાજ દરમિયાન એક મસ્જિદમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટમાં સ્થાનિક મૌલવી સહિત ઓછામાં ઓછા 12 લોકો ઘાયલ થયા છે. આ ઘટનામાં ઘણા લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. સ્થાનિક રહીશોએ આઅંગે માહિતી આપી છે. આ વિસ્તારના એક વ્યક્તિ અટલ શિનવારીએ જણાવ્યું કેવિસ્ફોટ સ્થાનિક સમય અનુસાર સવારે 1.30વાગ્યે થયો હતો. આ દરમિયાન મસ્જિદની અંદરરાખવામાં આવેલ બોમ્બ અચાનક વિસ્ફોટ થયો હતો.

અન્ય એક રહેવાસીએ પણ આવી જ માહિતી આપીહતી. તે જ સમયે, તાલિબાનનાએક અધિકારીએ સમાચાર એજન્સી એએફપીને હુમલાની પુષ્ટિ કરી છે. અફઘાનિસ્તાનના અશાંતનાંગરહાર પ્રાંતની એક મસ્જિદમાં શુક્રવારે થયેલા વિસ્ફોટમાં ઘણા લોકો માર્યા ગયાઅને ઘાયલ થયા, એમતાલિબાનના એક અધિકારીએ જણાવ્યું હતું. અધિકારીએ જણાવ્યું કે, સ્પિનઘર જિલ્લાની એક મસ્જિદમાં શુક્રવારની નમાજ દરમિયાન થયેલા વિસ્ફોટની પુષ્ટિ થઈ છે.આ હુમલામાં ઘણા લોકોના મોત થયા હોવાના અહેવાલ છે અને ઘણા લોકો ઘાયલ પણ થયા છે.તાજેતરના દિવસોમાં અફઘાનિસ્તાનમાં અનેક હુમલા થયા છે. આ હુમલા પાછળ ઈસ્લામિકસ્ટેટનો હાથ છે.

Next Story