Connect Gujarat
દુનિયા

અફઘાનિસ્તાનની અરાજકતા,પ્લેનમાં બેસવા 130 સીટ હતી અને 800 લોકો ઘૂસી ગયા, વાંચો ક્રૂએ શું લીધો નિર્ણય !

અફઘાનિસ્તાનની અરાજકતા,પ્લેનમાં બેસવા 130 સીટ હતી અને 800 લોકો ઘૂસી ગયા, વાંચો ક્રૂએ શું લીધો નિર્ણય !
X

અફઘાનિસ્તાનના લોકો 90ના દશકમાં તાલિબાન રાજના અત્યાચારને ભૂલ્યા નથી. એટલા માટે તેમના હાથમાં હકિકતમાં સત્તા આવતા રહેલા કોઈ પણ કિંમતે દેશમાંથી જતા રહેવા માંગે છે. એટલા માટે કાબૂલ એરપોર્ટ પર લોકોની જબરજસ્ત ભીડ લાગી છે. અફઘાનિસ્તાનથી લોકોની સ્થિતિ વર્ણવતી એવી તસવીરો હાલ વાયરસ થઈ હતી. જેમાં વિમાનને લટકેલા 3 લોકોનું ઉંચાઈથી પડવાથી મોંત થયું છે.

હવે તેના પ્લેનની અંદરની એક તસવીર વાયરલ થઈ રહી છે. જેને જોઈને અફઘાનિસ્તાનની અરાજકતાનો અંદાજો લગાવી શકાય છે. Defense One વેબસાઈટ તરફથી જારી વાયરલ તસવીરોમાં અમેરિકન વાયુ સેનાના સી 17 ગ્લોબમાસ્ટર (સી-17 Globemaster)ની અંદરની તસવીર દેખાઈ રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ આ વિમાનોમાં 134 લોકોના બેસવાની સીટ હતી. જો કે એરપોર્ટ પર જેવો વિમાનનો ગેટ ખુલ્યો તેમાં ઘડાઘડ 800 લોકો ભરાય ગયા.

અંદર ઘૂસેલા લોકો કોઈ પણ કિંમતે બહાર આવવા તૈયાર નથી થયા. તેમને કહેવું હતું કે અફઘાનિસ્તાનમાં રોકાયા તો તાલિબાન મારી નાંખશે. આખરે પ્લેનના ક્રુએ દુસ્સાહિક નિર્ણય લીધો. તેમણે 800 લોકોની સાથે પ્લેનને ટેકઓફ કરાવવાનો નિર્ણય લીધો. આ માટે સીટો કાઢી નાંખી. જે બાદ લોકો પ્લાનના ફર્શ પર બેસી ગયા. અધિકારીઓના જણાવ્યાનુંસાર પ્લેનમાં ભરેલા 800 લોકોમાંથી 650 અફઘાની નાગરિક હતા. તે તમામને અમેરિકા લાવવામાં આવ્યા છે. અમેરિકન વાયુ સેના તરફથી કોઈ ઔપચારિક નિવેદન આપવામાં આવ્યું નથી. જો કે મનાઈ રહ્યું છે કે મોટી સંખ્યામાં લોકોના બહાર આવવાનો આ રેકોર્ડ હોઈ શકે છે.

Next Story