Connect Gujarat
દુનિયા

અમેરિકામાં કોરોના કહેર બાદ હવે RS વાયરસના દસ્તક, બાળકો થઈ રહ્યા છે શિકાર

અમેરિકામાં કોરોના કહેર બાદ હવે RS વાયરસના દસ્તક, બાળકો થઈ રહ્યા છે શિકાર
X

કોરોના વાયરસના વધી રહેલા કેસ વચ્ચે અમેરિકામાં નવી આફત રેસ્પિરેટરી સિન્શિયલ વાયરસે દસ્તક દીધા છે. આ બીમારી ખૂબ ઝડપથી ફેલાય છે, જે બે અઠવાડિયાથી લઈને 17 વર્ષ સુધીની ઉંમરના બાળકોના શિકાર બનાવી શકે છે. અમેરિકામાં સ્વાસ્થ્ય અધિકારીઓએ કોરોનાના ડેલ્ટા વેરિએન્ટના વધી રહેલા કેસ સામે ચિંતા વ્યક્ત કરી છે.

ન્યૂયૉર્ક ટાઇમ્સના રિપોર્ટમાં સેન્ટર્સ ફૉર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના આંકડાનો હવાલો આપીને લખવામાં આવ્યું છે કે, RSVના કેસ જૂનથી ધીમે ધીમે વધ્યા છે. ગત મહિને તેની ટકાવારી ખૂબ વધારે રહી હતી. RSVનો શિકાર બનવા પર નાક ટપકવું, ખાંસી આવવી, છીંક અને તાવ જેવા લક્ષણો નજરે પડે છે. હ્યૂસ્ટન સ્થિત ટેક્સાસ ચિલ્ડ્રન્સ હૉસ્પિટલમાં પીડિયાટ્રિશિયન ડૉક્ટર હેદર હકે કહ્યુ ટ્વીટ કરીને કહ્યુ કે, "અનેક દિવસો સુધી શૂન્ય અથવા ખૂબ ઓછા કેસ બાદ હવે નવજાત અને બાળકો કોવિડનો શિકાર બનીને હૉસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે. આ સંખ્યા દરરોજ વધી રહી છે."

ન્યૂયૉર્ક ટાઇમ્સના આંકડા પ્રમાણે ગત બે અઠવાડિયામાં અમેરિકામાં નવા કોરોના વાયરસના સંક્રમણના કેસ 148 ટકા વધ્યા છે. જ્યારે હૉસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા 173 ટકા વધી છે. અમેરિકામાં ખૂબ જ ઝડપથી વધી રહેલા પોઝિટિવ કેસના ગ્રાફ પાછળ ડેલ્ટા વેરિએન્ટ હોવાનું કહેવામાં આવે છે. સાથે જ અનેક રાજ્યમાં ધીમે ચાલી રહેલા રસીકરણને પણ આ માટે જવાબદાર ગણવામાં આવે છે.

Next Story