Connect Gujarat
દુનિયા

જો બાયડનનો નિર્ણય : 31 ઓગસ્ટ બાદ પણ અફઘાનિસ્તાનમાં તૈનાત રહેશે અમેરિકન સૈનિક

જો બાયડનનો નિર્ણય : 31 ઓગસ્ટ બાદ પણ અફઘાનિસ્તાનમાં તૈનાત રહેશે અમેરિકન સૈનિક
X

અફઘાનિસ્તાનમાં અનેક વિદેશી નાગરિકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ છે. ત્યારે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાયડને કહ્યું કે અફઘાનિસ્તાનમાં 31 ઓગસ્ટ બાદ પણ અમેરિકન સૈનિકો બનેલા રહેશે. બુધવારે બાયડને કહ્યું કે અફઘાનિસ્તાનમાં અમેરિકન સૈનિકો ત્યાં સુધી પ્રતિબદ્ધ રહેશે જ્યાં સુધી ત્યાંથી દરેક અમેરિકનને બહાર કાઢવામાં ન આવે. પછી ભલે તેમની વારસી માટે 31 ઓગસ્ટની સીમા બાદ પણ સૈન્યને ત્યાં રાખવા પડે.

એબીસી ન્યૂઝના એક ઈન્ટરવ્યૂમાં અમેરિકન રાષ્ટ્રપતિ જો બાયડને કહ્યું કે સમય સીમા પહેલા અફઘાનિસ્તાનથી અમેરિકનો અને તેમના અમેરિકન સહયોગીઓને કાઢવામાં સંપૂર્ણ તાકાત લગાવી રહ્યું છે. તેમણે કહ્યું કે અમે અમારી શક્તિમાં બધુ જ કરીશું. અમેરિકન તરફથી અફઘાનિસ્તાનમાં ફસાયેલા લોકોને શરુઆતી પ્રયાસોમાં 31 ઓગસ્ટ સુધી કાબૂલથી લોકોને બહાર કાઢવાના છે. ત્યારે 31 ઓગસ્ટ બાદ દેશમાં અમેરિકનોને છોડવામાં પ્રશાસન કેવી રીતે મદદ કરશે તે એક સવાલ પર બાયડને કહ્યુ અમેરિકન અને મિત્ર દેશોના નાગરિકોને સુરક્ષિત કાઢવા અમારી પ્રાથમિક્તા છે.

બાયડનનું કહેવું છે કે હાલ કાબૂલ એરપોર્ટ પર 4 હજાર અમેરિકન સૈનિક છે. જલ્દી આ સંખ્યા 6 હજાર પર પહોંચી જશે. એક દિવસમાં 5થી 9 હજાર લોકોને કાબુલ એરપોર્ટથી સુરક્ષિત કાઢવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. મળતી જાણકારી મુજબ ગત અઠવાડિયે તાલિબાની રાજ આવવા સુધી અહીં 15 હજાર અમેરિકનો રહેતા હતા. કર્બીએ કહ્યું કે ગત 24 કલાકમાં 325 અમેરિકન નાગરિકો સહિત લગભગ 2 હજાર લોકોને અમેરિકન વાયુ સેનાના સી 17 પરિવહન વિમાનો દ્વારા 18 ઉડાનોમાં કાબુલ આંતરાષ્ટ્રીય એરપોર્ટથી બહાર કઢાયા છે. કર્બીએ કહ્યું કે સૈન્ય ઉડાનો સતત આવી રહી છે અને પ્રસ્થાન કરી રહી છે અને સીમિત સંખ્યામાં વાણિજ્ય ઉડાનો સંચાલિત થઈ રહી છે. સાથે કેટલીક વિદેશી અનુબંધિત ઉડાનો આવી રહી છે.

Next Story