Connect Gujarat
દુનિયા

અમારી પાસે કાબુલ છોડવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોંતો, પરંતુ મિશન સફળ રહ્યું : અમેરિકન પ્રેસીડેન્ટ

અમારી પાસે કાબુલ છોડવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોંતો, પરંતુ મિશન સફળ રહ્યું : અમેરિકન પ્રેસીડેન્ટ
X

ભારતીય સમયાનુસાર મંગળવારે મધ્યરાત્રિમાં આપેલા પોતાના સંબોધનમાં અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું કે મારું માનવું છે કે આ યોગ્ય બુદ્ધિમાની ભર્યું અને સર્વોત્તમ નિર્ણય છે. અફઘાનિસ્તાનમાં યુદ્ધ હવે સમાપ્ત થઈ ગયું છે. યુદ્ધને ખતમ કરવાના મુદ્દાનો સામનો કરનાર ચોથો રાષ્ટ્રપતિ છું. મે આને ખતમ કરવા માટે અમેરિકનોને વાયદો કર્યો હતો અને પોતાના વાયદાનું સન્માન પણ કર્યુ.

વ્હાઈટ હાઉસમાં એક ભાષણમાં તેમણે કહ્યું કે હું આ યુદ્ધન હંમેશા માટે આગળ નહોંતો વધારવાનો. બાયડને કહ્યું કે હું આ નિર્ણયની જવાબદારી લઈ રહ્યો છું. લોકોનું કહેવું છે કે આ નિર્ણય આપણે પહેલા લેવો જોઈતો હતો. હું આની સાથે સહમત નથી કેમ કે જો આ પહેલા હોત તો અરાજક્તાનો માહોલ ફેલાઈ જતો અને ગૃહયુદ્ધની સ્થિતિ થઈ જતી. તેવામાં પડકાર વગર અને સંકટ વગર તેમને ત્યાંથી કાઢી નહીં શકાય. તેમણે કહ્યું અફઘાનિસ્તાન અંગેનો આ નિર્ણય ફ્ક્ત અફઘાનિસ્તાન સુધી સીમિત નથી. આ અન્ય દેશો પુનનિર્માણ માટે સૈન્ય અભિયાનોના એક યુગને પણ ખતમ કરવા જેવું છે.

બાયડને કહ્યું કે અમેરિકાએ અફઘાનિસ્તાનમાં જે કર્યું તે ભૂલી શકાય એવું નથી. અમેરિકન વિમાનોથી લોકોને એર લિફ્ટ કરવાના વખાણ કરતા બાયડને કહ્યું કે લોકોને યોગ્ય રીતે કાઢ્યા અને અમે જે કર્યું તેને ભૂલી ન શકાય. તેમણે દાવો કર્યો કે લગભગ 1 લાખ 25 હજારથી વધારે લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા. બાયડને કહ્યું કે અમારી પાસે કાબુલ છોડવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોંતો. અમે અમેરિકન હિતો માટે કાબુલ છોડ્યુ. રાષ્ટ્રપતિએ કહ્યું કે અફઘાની જમીનનો ઉપયોગ આતંક માટે નહીં થવો જોઈએ. વૈશ્વિક નીતિના સંદર્ભમાં બાયડને કહ્યું કે અમે ચીનથી ભારે પડકારનો સામનો કરી રહ્યા છીએ. રશિયા પણ અમને પડકાર આપી રહ્યું છે. અફઘાનિસ્તાનમાં અમે તેમનો સામને કરવા નહોંતા માંગતા. આપણે નવા રસ્તાથી આગળ વધવું જોઈએ. આપણી વિદેશ નીતિ દેશના હિતમાં હોવી જોઈએ.

Next Story