Connect Gujarat
દુનિયા

સિએરા લિયોનમાં ટ્રકે એક પેટ્રોલ ભરેલા ટેન્કરને ટક્કર મારતાં બ્લાસ્ટ; 91 લોકોનાં મોત

ફ્યુઅલ ટેન્કર બ્લાસ્ટ સાથે જોડાયેલા અનેક વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે

સિએરા લિયોનમાં ટ્રકે એક પેટ્રોલ ભરેલા ટેન્કરને ટક્કર મારતાં બ્લાસ્ટ; 91 લોકોનાં મોત
X

આફ્રિકન દેશ સિએરા લિયોનની રાજધાની ફ્રીટાઉનમાં એક ફ્યુઅલ ટેન્કરમાં બ્લાસ્ટ થયો છે. આ અકસ્માતમાં 91 લોકોનાં મોત થયાં છે. અનેક લોકો ઘાયલ પણ થયા છે. ફ્યુઅલ ટેન્કર બ્લાસ્ટ સાથે જોડાયેલા અનેક વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. અકી-સોયરે કહ્યું હતું કે આ ખૂબ જ પરેશાન કરનારી ઘટના છે. "મારી સંવેદનાઓ વિસ્ફોટના પીડિતોના પરિવારો અને પ્રિયજનો સાથે છે. મૃત્યુ પામેલા લોકોનો આત્માને શાંતિ મળે.

Next Story