Connect Gujarat
દુનિયા

કેનેડા યુએસએ બોર્ડર ક્રોસ મામલો મૃતકોની પુષ્ટિ કરવા પરિવારના ડીએનએ ટેસ્ટ કરાશે

માઈનસ 35 ડિગ્રી તાપમાનમાં બરફની મોતની ચાદર નીચે પોઢી ગયેલા મૃતકોની પુષ્ટિ કરવા તેમના પરિવારના ડિએનએ ટેસ્ટ કરાશે

કેનેડા યુએસએ બોર્ડર ક્રોસ મામલો મૃતકોની પુષ્ટિ કરવા પરિવારના ડીએનએ ટેસ્ટ કરાશે
X

કેનેડા-યુએસ બોર્ડર ક્રોસ કરતી વેળાએ ભારે હિમ વર્ષાનાં કારણે માઈનસ 35 ડિગ્રી તાપમાનમાં બરફની મોતની ચાદર નીચે પોઢી ગયેલા મૃતકોની પુષ્ટિ કરવા તેમના પરિવારના ડિએનએ ટેસ્ટ કરાશે. મૃતકો ગાંધીનગરના કલોલ તાલુકાના ડીંગુચા ગામ ના પટેલ પરિવારના જ હોવાની પુષ્ટિ કરવા માટે મૃતકના પરિવારના ડીએનએ ટેસ્ટ કરવાની દિશામાં હિલચાલ શરૂ કરાઈ છે. જ્યારે સમગ્ર પ્રકરણમાં રાજ્ય પોલીસ વડાએ સીઆઇડી ક્રાઇમની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને તપાસ સોંપી હવે તપાસનો ધમધમાટ શરુ થયો છે

સૂત્રોથી મળતી ખબર અનુસાર ટ્રાફિકિંગ યુનિટ દ્વારા ગામના તલાટી પાસેથી મૃત દંપતિનાં મતદાર યાદીમાં નામ સહિતની વિગતો પણ મેળવી લેવામાં આવી છે.કેનેડા યુએસ બોર્ડર પરથી ગેરકાયદેસર રીતે માનવ તસ્કરી નો રેકેટનો સ્કોટ યાર્ડ પોલીસ દ્વારા પર્દાફાશ કરી બરફ નીચે દટાઈને મોતને ભેટેલા ગાંધીનગરના કલોલમાં ડીંગુચા ગામના જગદીશ પટેલ (35), તેમની પત્ની વૈશાલી (33), પુત્રી વિહંગા (12) અને ધાર્મિક (3) હોવાનું બહાર આવ્યું છે. બીજી તરફ રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ પણ સમગ્ર પ્રકરણમાં ગંભીરતાથી લઈને સીઆઇડી ક્રાઇમની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને તપાસ સોંપી દીધી છે. જેનાં પગલે મૃતકો કાયદેસરના વિઝા લઇને ગયા હતા કે નહીં તેની તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે જો કે ગુજરાત સીઆઇડી ક્રાઇમ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હોવાથી ગામના તલાટી પાસેથી મૃત પટેલ પરિવારના મતદાર યાદીમાં નામ તેમજ આધાર કાર્ડ સહિતની વિગતો એકઠી કરી લેવાઈ છે. ઉપરાંત સમગ્ર પ્રકરણમાં સ્થાનિક એજન્ટની ભૂમિકા પણ તપાસવામાં આવી રહી છે.

Next Story